>
Wednesday, February 25, 2026

પાંથાવાડામાં નલ સે જલનું ટાંકું ભરતા જ લીક થયું

પાંથાવાડામાં નલ સે જલનું ટાંકું ભરતા જ લીક થયું:

 

કામની ગુણવત્તા સામે ઊભા થયા ગંભીર સવાલ, તલાટીએ તપાસ કરવાની ખાતરી આપી.

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત બનેલું પાણીનું ટાંકું ભરતા જ લીક થવા માંડ્યું છે.

આશરે 1 લાખ લિટર ક્ષમતા ધરાવતા આ ટાંકાના નિર્માણ કાર્યની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

આ યોજના માટે પાંથાવાડા ગામને અંદાજે ₹1.70 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જોકે, ટાંકું સંપૂર્ણ ભરાય તે પહેલાં જ તેમાંથી પાણી લીક થવા માંડ્યું હતું, જેણે કામની ગુણવત્તા પર મોટો પ્રશ્નાર્થ સર્જ્યો છે.

 

આ ઘટનાને કારણે ગામના સ્થાનિકોમાં ભય વ્યાપ્યો છે. તેમને આશંકા છે કે જો ટાંકું ફાટી જાય તો આસપાસના રહેણાંક વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. 10,000થી વધુ વસ્તી ધરાવતા આ ગામ માટે પાણીના ટાંકાની આ સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય બની છે.

 

સ્થાનિકોમાં આ હલકી ગુણવત્તાની કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાંથાવાડા ગ્રામ પંચાયતના વોર્ડ સભ્ય શાંતિભાઈ પરમારે તાત્કાલિક ટેકનિકલ તપાસ હાથ ધરી જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 

આ મામલે પાંથાવાડા ગ્રામ પંચાયતના સરપંચ વેલાભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, તેમણે ઉપરી અધિકારીઓને જાણ કરી છે. તેમના મતે, ‘કદાચ કેમિકલ પૂરતું ન ભરાયું હોય તેથી પાણી નીકળતું હશે. તે જોવડાવી દઈએ.’ જ્યારે તલાટી વસંતભાઈ રબારીએ કહ્યું કે, ‘મારા આવ્યા પહેલાં કામ થયું છે. હું તપાસ કરાવી વિગત આપીશ.’

રીપોર્ટ પરબત દેસાઈ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores