>
Wednesday, February 25, 2026

હર ઘર સ્વદેશીના સંદેશ સાથે પાલનપુરમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ કરાયો*

*હર ઘર સ્વદેશીના સંદેશ સાથે પાલનપુરમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ કરાયો*

***********

*પાલનપુર નગરપાલિકા પ્રમુખના હસ્તે પાલનપુર રામલીલા મેદાન ખાતે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું*

***********

*સ્વદેશી મેળાની મુલાકાત લઈને સ્થાનિક વસ્તુઓની ખરીદી કરવા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરાઈ*

**********

(માહિતી બ્યુરો, પાલનપુર)

સમાચાર સંખ્યા:- ૮૭/૫૯

 

પાલનપુર નગરપાલિકા દ્વારા “હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી”ના સંદેશ સાથે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તથા સ્થાનિક સખી મંડળો અને વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી પાલનપુર રામલીલા મેદાન ખાતે સ્વદેશી મેળાનો પ્રારંભ કરાયો છે. આજરોજ પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીમનભાઈ સોલંકી, ઉપપ્રમુખ શ્રી નાગજીભાઈ દેસાઈ, એન.યુ.એલ.એમ.ના ચેરમેનશ્રી ગીતાબેન પટણી તથા અન્ય મહાનુભાવોના વરદ હસ્તે રામલીલા મેદાન, પાલનપુર ખાતે જાહેર જનતા માટે ભવ્ય રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

 

આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીમનભાઈ સોલંકીએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના નારાને સાર્થક કરવાના હેતુથી પાલનપુર નગરપાલિકા દ્વારા ભવ્ય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો અને નાના ઉત્પાદકોને યોગ્ય મંચ પૂરું પાડી તેમની રોજગારીમાં વધારો કરવાનો છે. આ મેળામાં વિવિધ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં સ્થાનિક લોકો દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ આયોજનથી સ્થાનિક ઉત્પાદનો સીધા જ લોકો સુધી પહોંચશે અને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વધુ મજબૂતી મળશે.

 

આ સ્વદેશી મેળામાં વિવિધ પ્રકારના સ્વદેશી ઉત્પાદનોના આકર્ષક સ્ટોલો મૂકવામાં આવ્યા છે, જેમાં સ્થાનિક ઉદ્યોગકારો અને વેપારીઓને તેમના ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવાની ઉત્તમ તક ઉપલબ્ધ બની છે. આ આયોજન દ્વારા “વોકલ ફોર લોકલ” અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.

 

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેર અને જિલ્લાના તમામ નાગરિકો, વેપારીઓ તથા સ્વદેશી ઉત્પાદનોના ચાહકોને આ સ્વદેશી મેળામાં પધારી સ્થાનિક વ્યવસાયને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી વિચારધારાને વધુ મજબૂતી આપવા હાર્દિક અપીલ કરવામાં આવે છે.

***

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores