હિંમતનગરમાં શ્રી “ગૌરપૂર્ણિમા મહામહોત્સવ” યોજાયો,
ગૌર નીતાઈ (કૃષ્ણ બલરામ) ભગવાનને ફળોના રસનો અભિષેક કરાયો,56 ભોગ અર્પણ કરાયા.

હિંમતનગરના ખેડ તસીયા રોડ પર રામનગરની આગાણવાડી પાસે ઇન્દ્રનગર ગાર્ડનમાં શ્રી જગન્નાથ ધામ”હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર” હિંમતનગર દ્વારા ગઈકાલે રાત્રે શ્રી ગૌર પૂર્ણિમા મહામહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોએ ભજન કીર્તન અને આરતી સાથે કૃષ્ણ બલરામ ભગવાનનો વિવિધ ફળોનો રસ સાથે દૂધ,દહીં,મધ,ઘી સહિતના અભિષેક કરવામાં આવ્યા હતા.

ઇન્દ્રનગર કોમન પ્લોટ ના ગાર્ડન ખાતે પ્રથમ વખત યોજાયેલ શ્રી ગૌર પૂર્ણિમા મહામહોત્સવ ના દિવસને શ્રી ચૈતન્ય મહાપ્રભુ નો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ મહામહોત્સવની ઉજવણીએ ભક્તો ધ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. કૃષ્ણ બલરામ ભગવાનને ગંગાજળથી અભિષેક કર્યા બાદ વિવિધ ફળોના રસનો અભિષેક પૂજન અર્ચન સાથે પંચામૃતથી અભિષેક કરાયો હતો. ત્યારબાદ ગૌરલીલાકથા, આરતી અને પુષ્પવર્ષા (ફૂલોની હોળી) કરવામાં આવી હતી, પ્રવચન અને કીર્તન સાથે પ્રોગ્રામ થયો હતો, અને ત્યારબાદ ભોજન કરી અને ભક્તો છુટા પડ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891




Total Users : 1
Views Today : 