કોડીનારના ઘાટવડ ગામે વીજ કરંટથી કરુણ અંજામ: બે યુવાનોના કમકમાટીભર્યા મોત
કોડીનાર: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે આજે એક અત્યંત કરુણ અને ગમખ્વાર ઘટના બની છે. ગામથી વાડી વિસ્તાર તરફ જઈ રહેલા બે આશાસ્પદ યુવાનો અને એક વૃદ્ધ પર જીવંત વીજ વાયર તૂટી પડતા બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાટવડ ગામના બે યુવાનો અને એક વૃદ્ધ બાઈક પર સવાર થઈને ગામથી વાડી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક માર્ગ પરથી પસાર થતો 11KV નો હાઈ ટેન્શન વીજ વાયર તૂટીને બાઈક પર પડ્યો હતો. હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહના કારણે યુવાનોને જોરદાર કરંટ લાગ્યો હતો.
આ કમનસીબ દુર્ઘટનામાં બે યુવાનોના કરુણ મોત થયા છે રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમા અને લાલાભાઈ દાનસિંગ ઝાલા જ્યારે દાનસિંગ ઝાલા ને ગંભરી ઇજાઓ થઈ છે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે PGVCL ની ગંભીર બેદરકારી અને જર્જરિત લાઈનોના કારણે આ હોનારત સર્જાઈ છે. જો સમયસર જાળવણી કરવામાં આવી હોત, તો આ બે યુવાનોના જીવ બચાવી શકાયા હોત. ઘટનાની જાણ થતા જ PGVCLના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે વીજ વિભાગ દ્વારા વાયર તૂટવા પાછળના ટેકનિકલ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.આ ઘટનાથી સમગ્ર ઘાટવડ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા







Total Users : 145600
Views Today : 