>
Sunday, March 8, 2026

ગુજરાત એસટી મજદૂર સંઘ દ્વારા નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો

ગુજરાત એસટી મજદૂર સંઘ દ્વારા નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો

 

ગુજરાત એસટી મજદૂર મહાસંગ બી એમ એસ સંલગ્ન હિંમતનગર વિભાગ દ્વારા નિવૃત સન્માન વિભાગ મહામંત્રી શ્રી જગદીશ આર પટેલ એસટી નિગમ હિંમતનગર ભિલોડા ડેપોના એ.ટી.આઈ નો ભવ્ય શામળાજી ખાતે યોજાયો

 

આરએસએસની સૌથી મોટું સંગઠન ભારતીય મજદૂર સંઘમાં ગુજરાત એસટી મજદૂર મહાસંગ b m s સંલગ્ન હિંમતનગર વિભાગ દ્વારા ભિલોડા ડેપો ખાતે હાલમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર એ.ટી.આઈ તરીકેની ફરજ બજાવતા શ્રી જગદીશભાઈ રતિભાઈ પટેલ વય મર્યાદા ને પૂર્ણ કરી એસટી નિગમની ફરજમાંથી સેવા નિવૃત 32 વર્ષની દીર્ઘકાલીન નિષ્કલંક નિષ્ઠાપૂર્વક કારકિર્દી તેમજ લાંબા સમયની સંગઠન થી સંગઠનમાં કર્મચારીઓના હિતના પ્રશ્નો તથા પ્રજાહિતના પ્રશ્નો અંગે કામદાર લક્ષી સંગઠનનાત્મક સેવાઓ ફરજ ને બિરદાવવા એસટી મજદૂર સંઘ બીએમએસ હિંમતનગર વિભાગ દ્વારા નિવૃત સન્માન સમારોહ શ્રી રણછોડરાય મંદિર શામળાજી ખાતે પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી વનદીપસિંહ મહિડા ગુજરાત એસટી મજદૂર સંઘ ના અધ્યક્ષ અને યોજાયો જેમાં સંત શ્રી પ્રકાશગીરી બાપુ ઋષિ આશ્રમ ભિલોડા શ્રી વાછાણી સાહેબ પરિવહન પ્રભારી અખિલ ભારતીય શ્રી કનકસિંહ ગોહિલ અખિલ ભારતીય પરિવાર સંઘ શ્રી શામજીભાઈ આર પટેલ તંત્રી શ્રી પાટીદાર સંદેશ તેમજ પૂર્વ સચિવ શ્રી ગુજરાત સરકાર અને શ્રી અશોકભાઈ ભવાની મહામંત્રી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ તેમજ શ્રી બાબુભાઈ ખેતાભાઇ પટેલ રાષ્ટ્રીય મંત્રી શ્રી ભારતીય કિસાન સંઘ તેમજ ફેન્સી ખેંગાર યોગીજી તંત્રી શ્રી લોકપ્રભાત દૈનિક પાટણ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં પાટીદાર સંદેશના પત્રકાર મિત્રો અને સમાજના આગેવાનો અને તમામ એસટી ડિવિઝનના અધિકારીઓ ઉપસ્થિત થયેલ હતા શ્રી જગદીશભાઈએ ખેડબ્રહ્મા ડેપોમાંથી એસટી કંડકટર તરીકે સેવા ચાલુ કરી ભિલોડા ખાતે એ.ટી.આઈ તરીકે પૂર્ણ કરી હતી અને તમામ વક્તા હોદ્દેદાર ઓએ શ્રી એ જગદીશભાઈ ની કામગીરીને બિરદાવી હતી આજના પ્રસંગે ખુબ જ સરસ સંચાલન શ્રી નવનીતભાઈ ધોળું અને એસટી મજદૂર સંઘના હિંમતનગર ડિવિઝન પ્રમુખશ્રી રામજીભાઈ દેસાઈએ કરેલ હતું અને તમામ બીએમએસના સભ્યશ્રીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જગદીશભાઈ ને મોમેન્ટો અને સાલ ઓઢાડીને સન્માનિત કરેલ હતા અને કામગીરીને બિરદાવી ભારત માતા પ્રત્યેનું ઋણ અદા કરી સતત ભારત માતાકી જય ના જયગો સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી આ પ્રસંગે મંદિરના સંત શ્રી તેમજ જગદીશભાઈ ના પરિવારે ઉપસ્થિત સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores