બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા
હિંમતનગરના ગુમ થયેલ સગીર બાળ કિશોરને અમદાવાદ થી ગણતરીના કલાકોમાં શોધી કાઢતી એ ડીવીઝન પોલીસ.
ગઇ તા.૧૧/૦૩/૨૦૨૬ ના રોજ ગુમ થનાર સગીર બાળ કિશોરના પિતા મુકેશભાઈ મોહનભાઇ પારગી રહે. શુભ સોસાયટી,શક્તિ પરોઠા હાઉસની પાછળ, સહકારી જીન ચોકડી નજીક, હિંમતનગર જી.સાબરકાંઠા નાઓ પો.સ્ટે. આવી જાણ કરેલ કે મારો દિકરો ગઇકાલ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે તેની સ્કુલમાંથી ઘરે આવવા નીકળી ગયેલ છે પરંતુ ઘરે આવેલ નથી વિગેરે બાબતની જાણ કરતા જે બાબતને ખુબ જ ગંભીરતાથી લઈ તુરંત જ ગુન્હો દાખલ કરી આ દિશામાં તપાસ હાથ ધરી આ ગુમ થયેલ બાળ કિશોરને શોધી કાઢવા સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી જે બાબતે ટેકનિકલ તથા હ્યુમન સોર્સથી તપાસ કરી ગુમથનાર સગીર ને અમદાવાદ ખાતેથી શોધી કાઢી અત્રેના પો.સ્ટે. ખાતે લાવી શી-ટીમ દ્વારા ગુમથનારનું કાઉન્સેલિંગ કરી તેના માતા-પિતા સાથે સુખદ મિલન કરાવવામાં સફળતા મળેલ છે.







Total Users : 145600
Views Today : 