>
Wednesday, April 8, 2026

માં નર્મદાની ઉત્તર વાહીની ભાવસભર પરિક્રમા પૂર્ણ કરી

માં નર્મદાની ઉત્તર વાહીની ભાવસભર પરિક્રમા પૂર્ણ કરી

 

નર્મદા મૈયાની પદયાત્રાએ માત્ર યાત્રા નથી પરંતુ આત્મસુધીની સાધના છે. માર્ગમાં આવનારા કષ્ટ, ભય અને અસુવિધાઓ મનુષ્યના જીવનમાં કામ, ક્રોધ, મોહ અને અહંકારને નષ્ટ કરીદે છે. પ્રકૃતિ અને અનેક પવિત્ર સ્થળોના સંપર્કથી મન નિર્મળ થાય છે અને સાધક વિનમ્ર, શાંત, દયાળુ અને તટસ્થ બને છે. જેથી મન બધી ઈચ્છાઓ, આશક્તિઓ અને ભયથી મુક્ત થાય છે. જે અવસ્થા મોક્ષ પ્રદાન કરે છે.

સ્કંધપુરાણમાં ઉલ્લેખ છે કે ગંગા કનખલમાં અને સરસ્વતી કુરુક્ષેત્રમાં પવિત્ર મનાય છે. પરંતુ નર્મદા મૈયા બધા જ સ્થળે પવિત્ર મનાય છે શ્રદ્ધાથી જે નર્મદા મૈયાની પરિક્રમા કરે છે તે બધાજ પાપોથી મુક્ત થઈને શિવલોક પ્રાપ્ત થાય છે.

 

ગંગા મૈયામાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તેટલું પુણ્ય મા નર્મદાના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે.

જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ, નીલકંઠ મહાદેવ મંદિર, લક્ષ્મીપુરા મહંતશ્રી સોહમપુરીજી મહારાજ, મુંબઈથી છાયા – નરેન્દ્ર, વીર અને રાવિ, દેરોલથી સુભદ્રા શાંતિલાલ, દહેગામથી ભાવના – ચંદુ તથા ચંદ્રિકાબેન સૌએ નિર્વિઘ્ને ઉત્તર વાહિની પદયાત્રા પરિક્રમા પૂર્ણ કરી હતી.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores