ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ઓવરલોડિંગ સામે તંત્રની કડક કાર્યવાહી..
10 પ્રાઇવેટ ઈકો ગાડીઓ ડિટેઈન કરાઈ
ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરીને દોડતી ખાનગી ઈકો ગાડીઓ સામે વડાલી પોલીસ અને GSRTC તંત્રએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન નિયમોનો ભંગ કરતી 10 ઈકો ગાડીઓને ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

માહિતી અનુસાર, કેટલાક ખાનગી વાહનચાલકો પરમિટની શરતોનું ઉલ્લંઘન કરીને વાહનોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોનું પરિવહન કરી રહ્યા હતા. ઓવરલોડિંગને કારણે મુસાફરોની સુરક્ષા જોખમમાં મુકાતી હોવાની ફરિયાદો મળતાં તંત્ર હરકતમાં આવ્યું હતું.
GSRTC અને વડાલી પોલીસ દ્વારા સંયુક્ત ચેકિંગ દરમિયાન જરૂરી દસ્તાવેજો વગર તેમજ ઓવરલોડિંગ સાથે દોડતી કુલ 10 ઈકો ગાડીઓ ઝડપાઈ હતી. તમામ વાહનોને ડિટેઈન કરીને વડાલી પોલીસ મથકે ખસેડવામાં આવ્યા હતા અને નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરાઈ છે.
વડાલી ટ્રાફિક જમાદાર ધવલભાઈએ જણાવ્યું હતું કે, “મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી GSRTC અને પોલીસ દ્વારા સંયુક્ત સરપ્રાઈઝ ડ્રાઈવ યોજાઈ હતી. ચેકિંગ દરમિયાન નિયમોનો ભંગ કરતી 10 ઈકો ગાડીઓને ડિટેઈન કરવામાં આવી છે.”

આ કાર્યવાહીના પગલે ખાનગી વાહનચાલકોમાં ખળભળાટ મચી ગયો છે, જ્યારે તંત્રએ ભવિષ્યમાં પણ આવા ચેકિંગ અભિયાન ચાલુ રાખવાની સૂચના આપી છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


