>
Wednesday, July 22, 2026

વડાલી કોર્પોરેટર ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા.

વડાલી કોર્પોરેટર ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા.

 

રેઝરના બદલે પાર્સલમાંથી માટી નીકળી

 

વડાલી નગરપાલિકાના કોર્પોરેટર યુનિસભાઈ મન્સૂરી ઓનલાઈન શોપિંગ દરમિયાન કથિત છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમણે ₹699ની કિંમતનું રેઝર મંગાવ્યું હતું, પરંતુ પાર્સલ ખોલતા અંદર ઓર્ડર કરેલી પ્રોડક્ટના બદલે માટી જેવી નકામી વસ્તુ મળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, યુનિસભાઈ મન્સૂરીએ ‘શિપરોકેટ’ પ્લેટફોર્મ મારફતે ‘સ્માર્ટ શેવ ડીલ હાઈ-પરફોર્મન્સ રેઝર રિફિલ્સ’ નામની પ્રોડક્ટનો ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. સોમવારે આ પાર્સલ તેમના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યું હતું.

 

તે સમયે યુનિસભાઈ ઘરે હાજર ન હોવાથી તેમના પરિવારના સભ્યએ ડિલિવરીમેનને ₹699ની રોકડ રકમ ચૂકવી પાર્સલ સ્વીકારી લીધું હતું. યુનિસભાઈ ઘરે પરત ફર્યા બાદ પાર્સલ ખોલતા અંદર રેઝરના બદલે માટી જેવી વસ્તુ જોવા મળી હતી, જેનાથી તેઓ આશ્ચર્યચકિત થયા હતા.

આ ઘટના બાદ તેમણે તાત્કાલિક સંબંધિત કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી અને ફરિયાદ નોંધાવી હતી.

યુનિસભાઈએ આ મામલો સોશિયલ મીડિયા પર પણ જાહેર કર્યો હતો અને અન્ય ગ્રાહકોને ચેતવણી આપી હતી. તેમણે ઓનલાઈન ખરીદી કરતી વખતે વેચાણકર્તાની વિશ્વસનીયતા ચકાસવા અને પાર્સલ સ્વીકારતી વખતે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી હતી.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores