>
Tuesday, July 21, 2026

ઈડર તાલુકાના ચિત્રોડા ગામની એકતા જોશી એ USA માં ડંકો વગાડ્યો

ઈડર તાલુકાના ચિત્રોડા ગામની એકતા જોશી એ USA માં ડંકો વગાડ્યો

 

મૂળ વતન ઇડર તાલુકા ના ચિત્રોડા ગામ ની અને સુરતની રિવરડેલ સ્કૂલની વિદ્યાર્થીની એકતા જોશી અમેરિકામાં બહુમુખી પ્રતિભાથી ચમકી, ભારતનું ગૌરવ વધાર્યું

 

સુરતમાં સ્થાયી થયેલા પરિવારની દીકરી અને રિવરડેલ સ્કૂલમાં અભ્યાસ કરેલી એકતા જોશીએ અમેરિકામાં પોતાની પ્રતિભા, સાહસ અને અથાગ મહેનતના બળે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરીને ભારતનું ગૌરવ વધાર્યું છે.

એકતા જોશીએ અમેરિકામાં હોટ એર બલૂનિંગ, સ્કાય ડાઇવિંગ, સ્કૂબા ડાઇવિંગ અને પિસ્ટલ શૂટિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓમાં સફળતાપૂર્વક ભાગ લઈને પોતાની હિંમત અને આત્મવિશ્વાસનો પરિચય આપ્યો છે. ઉપરાંત તેમણે વિશ્વપ્રસિદ્ધ Vixen DeVille Fire Eating Workshopમાં તાલીમ મેળવી ફાયર-ઈટિંગ જેવી અનોખી પરફોર્મિંગ આર્ટમાં પણ નિપુણતા પ્રાપ્ત કરી છે.

સાહસિક પ્રવૃત્તિઓ ઉપરાંત એકતા હાલમાં પ્રાઇવેટ એરક્રાફ્ટ (વિમાન) ઉડાવવાની તાલીમ પણ લઈ રહી છે. મીડિયા ક્ષેત્રમાં તેઓ Associate Producer તરીકે કાર્યરત રહી પોતાની સર્જનાત્મકતા અને પ્રતિભાથી આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે.

એકતા જોશીની આ ઉપલબ્ધિઓ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સુરત, ગુજરાત અને સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. તેમની સફળતા દેશની યુવતીઓ માટે પ્રેરણારૂપ છે અને એ સંદેશ આપે છે કે દૃઢ સંકલ્પ, મહેનત અને આત્મવિશ્વાસથી વિશ્વના કોઈપણ મંચ પર સફળતા મેળવી શકાય છે.

ભારતની આ ગૌરવશાળી દીકરી એકતા જોશીને તેમની તમામ સિદ્ધિઓ માટે હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ…

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores