અમદાવાદ ખાતે અખીલ ભારતીય જીનગર સમાજ એકીકરણ મહાસભામાં ગુજરાત રાજ્યની પ્રથમ બેઠક યોજાઈ..
અખિલ ભારતીય જીનગર સમાજ મહાસભાની ગુજરાત પ્રદેશ કારોબારીમાં વિસ્તરણ અને સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી રવિવારે અમદાવાદ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જીનગર સમાજ એકીકરણના રાષ્ટ્રીય અધ્યક્ષ લોકેશજી પરમારની અધ્યક્ષતામાં, અલગ અલગ રાજ્યના પ્રતિનિધિઓ અને સ્થાપક – સભ્યોની હાજરીમાં આયોજીત આ કાર્યક્રમમાં, પ્રથમ તબક્કામાં ગુજરાત રાજ્યની કારોબારી સમિતિઓની રચના કરવામાં આવી હતી.અમર શહીદ બીરબલ સિંહ ઢાલિયા અને બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના જય જય જીનગર સમાજના નારા એકીકૃત રીતે ગુંજી ઉઠ્યા
. બેઠકમાં સંગઠનની એકતા અને મજબૂતીનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય અધ્યક્ષ લોકેશજી પરમાર, રાષ્ટ્રીય ખજાનચી લક્ષ્મીનારાયણ જી સિસોદિયા, વરિષ્ઠ ઉપપ્રમુખ ટીકમદાસજી ચૌહાણ, ઉદયપુરના પ્રમુખ હેમેન્દ્રજી ચૌહાણ, મહેશજી સોનગરા (ટોંક), તારાચંદજી સોલંકી (જોધપુર), અનિલજી ચૌહાણ (ઝુનઝુનુ), દીનદયાળજી સોલંકી, તારાચંદજી પંવાર પિન્સાગણ, પન્નાલાલજી ચૌહાણ પાલી, રવિ રાઠોડજી અને સમાજ એકીકરણ અભિયાન સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓએ સંગઠનના વિસ્તરણ અને સામાજિક હિતના વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી..
ગુજરાત પ્રદેશ કાર્યકારિણી વિસ્તરણના પ્રથમ બેઠકમાં શપથ ગ્રહણ કરી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે શ્રીમાન પંકજભાઈ ચૌહાણ, મહાસચિવ શ્રીમાન દિલીપભાઈ સોનગરા, કોષાધ્યક્ષ શ્રીમાન ભરતભાઈ નંદલાલજી પંવાર, વગેરે બીજા અન્ય કાર્યકારિણી સમિતિઓની રચના કરી બીજા ગુજરાત રાજ્યના પદાધિકારીયો ની પણ નિયુકિત જાહેર કરવામાં આવી હતી, આ મીટીંગ નું સફળ આયોજન ગુજરાત પ્રદેશની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, તમામ નવી કાર્યકારિણી સમિતિઓને શુભેચ્છાઓ અને અભિનંદન સાથે, જીનગર સમાજ એકતા મહાસભાનું મુખ્ય કર્તવ્ય સમાજના વિવિધ વિકાસ કાર્યો પૂર્ણ કરીને સમાજને આગળ વધારવાનું છે..
રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા


