>
Saturday, August 22, 2026

ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રધ્વજ ના અપમાન બદલ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરાઈ.

ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રધ્વજ ના અપમાન બદલ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરાઈ.

 

ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રધ્વજના સન્માનની બાબતે પ્રાંત અધિકારીશ્રી મામલતદારશ્રી અને ચીફ ઓફિસર સાહેબને લેખિત જાણ કરવામાં આવી.

ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત શર્મા ની રૂબરૂ મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં ભારત દેશના રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી જેમાં નગરપાલિકા દ્વારા બજારના મુખ્ય માર્ગો ઉપર ઉત્સવના ભાગરૂપે રાષ્ટ્રીયધ્વજ નાગરિકોને અર્પણ કરવામાં આવ્યા હતા જે બાબતે ખૂબ આનંદ થયો પરંતુ આ રાષ્ટ્રીય ધ્વજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રાખવામાં આવે અથવા તે ક્ષતિગ્રસ્ત થાય ત્યારે સન્માનપૂર્વક નીતિ નિયમ મુજબ તેનો નાશ થાય તે ખૂબ જ જરૂરી છે પરંતુ સામાન્ય નાગરિકોને આ અંગેની સંપૂર્ણ માહિતી ન હોવાથી થોડાક સમયમાં જ આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન ના સચવાતું હોય જેમકે રાષ્ટ્રધ્વજ ફાટી જવો, લટકી જવો- ધજાદંડની ઉપરના બદલે નીચે આવી જવો કે જાહેર રસ્તા ઉપર રાષ્ટ્રધ્વજ જમીનના સંપર્કમાં આવવો આવા અનેક કિસ્સાઓ નજરમાં આવે છે જે રાષ્ટ્રધ્વજનું અપમાન હોઈ આવું કોઈ પણ જગ્યાએ બને નહીં તેના તકેદારીના ભાગરૂપે આપશ્રી દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે કે રિક્ષા લાઉડ સ્પીકર ફેરવીને લોકોને જાગૃત કરવામાં આવે તેવી નમ્ર વિનંતી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ખેડબ્રહ્મા પ્રશાસન દ્વારા બજારમાં ઈલેક્ટ્રીક પોલ (થાંભલા) ઉપર તિરંગાને આડા રાખીને લગાડવામાં આવ્યા છે જે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971 ની કલમ ૨ હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો અને આ કાયદાના ભંગ બદલ ત્રણ વર્ષ સુધીની જેલની સજા અથવા દંડપાત્ર ગુનો હોઈ તાત્કાલિક આ રાષ્ટ્રધ્વજને સન્માન સાથે ઉતારી આપશ્રી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી વિનમ્ર ભલામણ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા પણ સંતોષકારક જવાબ આપી તાત્કાલિક ધોરણે આ અંગે પગલાં લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores