વડાલી નાગરિક બેંકની ૫૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ધી વડાલી નાગરિક સહકારી બેંક લિ.ની ૫૧મી વાર્ષિક સાધારણ સભા શેઠ છોટાલાલ મોહનલાલ સભાગૃહ, શેઠ સી.જે. હાઈસ્કૂલ, વડાલી ખાતે યોજાઈ હતી. સભામાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
સભા દરમિયાન ગત સાધારણ સભાના કાર્યવાહી અહેવાલને બહાલી આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૫-૨૬નો વાર્ષિક અહેવાલ, સરવૈયું તેમજ નફા-નુકસાનના હિસાબોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત આગામી વર્ષ માટે સર્ટિફાઈડ ઓડિટરની નિમણૂક, નફામાંથી કરવામાં આવેલી વિવિધ જોગવાઈઓને બહાલી તેમજ બેંકના પેટાકાયદામાં સુધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સભામાં બેંકના સંચાલન અને આગામી કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સભાસદોની ઉપસ્થિતિથી વાર્ષિક સાધારણ સભા સફળતાપૂર્વક યોજાઈ હતી.
બ્યુરો રિપોર્ટ : વિશાલ ચૌહાણ, સાબરકાંઠા
મો. ૯૯૯૮૩૪૦૮૯૧
એક ભારત ન્યૂઝ


