પ્રાંતિજ પોલીસે જુગાર રમતાં 9 ઈસમોને દબોચ્યા
રૂ. ૩૭,૬૫૦નો મુદ્દામાલ કબજે
પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રાવણ મહિનામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી નવ ઈસમોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન તથા પત્તાં સહિત કુલ રૂ. ૩૭,૬૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS), હિંમતનગરની સૂચનાના પગલે સાબરકાંઠા જિલ્લામાં જુગાર રમતાં ઈસમો સામે તવાઈ બોલાવવા વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. પટેલ તથા પ્રાંતિજ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ, પ્રાંતિજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોર્ડ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઈ. દિપકસિંહ જગતસિંહ તથા અ.પો.કો. ગજેન્દ્રસિંહ બળવંતસિંહને ખાનગી બાતમી મળી હતી કે ગલેચી ભાગોળ ખાતે રોડ પર આવેલા કાસમઅલી મહેમુદઅલી ફકીરના ઘર પાસેની ખુલ્લી ચોપાળમાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળી ત્રણ પત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડતાં નવ ઈસમો પત્તા વડે હાર-જીતનો જુગાર રમતાં ઝડપાયા હતા.
ઝડપાયેલા આરોપીઓ:
૧. અલ્પેશકુમાર પ્રહલાદસિંહ રાઠોડ (૩૩, તાજપુર)
૨. વાહિદખાન નાસીરખાન પઠાણ (૩૨, બારકોટ)
૩. ફિરોજમિયા નિજામમિયા શેખ (૫૦, ભઠ્ઠીવાસ, મૂળ અમદાવાદ)
૪. સઈદમિયા ગુલામનબી શેખ (૩૫, નગીનાવાડી)
૫. ચિરાગકુમાર ભરતભાઈ દેસાઈ (૫૬, દેસાઈની પોળ)
૬. અયુબમિયા હુસેનમિયા ભટ્ટી (૬૧, પાડાનીપોળ)
૭. રાહુલકુમાર વિનોદભાઈ ઠાકોર (૨૨, મૂળ બનાસકાંઠા)
૮. સુનિલકુમાર દેવાજી મકવાણા (૩૨, મૂળ બનાસકાંઠા)
૯. મન્નાન હારૂનરસીદ ઘોરી (૩૦, ભઠ્ઠીવાસ)
આરોપીઓની અંગઝડતી તથા દાવ પરથી કુલ રોકડ રૂ. ૧૫,૯૫૦, પાંચ મોબાઈલ ફોન કિંમત રૂ. ૨૧,૭૦૦ તથા ૫૨ ગંજીપાનાં મળી કુલ રૂ. ૩૭,૬૫૦નો મુદ્દામાલ કબજે લેવાયો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


