શીલવાડ ગામમાં જુના શીતળા માતાના મંદિરે શીતળા સાતમના દિવસે માનવ મહેરાન ઉમટ્યું.
શીલવાડ જુના સીતરા માતાના મંદિરે ભક્તિમય માહોલમાં શીતળા સાતમની ઉજવણી કરાઈ
ખેડબ્રહ્મા તાલુકાના શીલવાડ ગામમાં આવેલ જુના શીતળા માતાનું મંદિર અતિ પ્રાચીન છે આ મંદિરે દર વર્ષે શીતળા સાતમના દિવસે દૂર દૂરથી માતાજીના ભક્તો દર્શન કરવા માટે આવે છે

માતાજીના મંદિરે ભક્તોએ માનેલ તમામ મનોકામના માતાજી પૂર્ણ કરે છે . આ મંદિરે વર્ષોથી એવી પ્રણાલી છે કે જે લોકોને બાળકના થતું હોય તે લોકો માતાજીનું કંકુ માને તો તેને બાળક થાય છે અને તે ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે સાતમના દિવસે માતાજીના મંદિરે કંકુની બાધા કરે છે. આ મંદિરના પૂજારી જોશી પરિવાર તેમની પાંચ પેઢીઓથી કોઈપણ જાતના બંધારણ વગર પોતાના સ્વખર્ચે મંદિરની સાર સંભાળ તેમજ મંદિરની પૂજા કરે છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


