શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ, ખેડબ્રહ્માનું 18 મુ વાર્ષિક સ્નેહમિલન યોજાયું
ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય દિન એટલે જન્માષ્ટમી ના પવિત્ર દિવસે યુવક મંડળનો 18 મો વાર્ષિક સ્નેહમિલન કન્યા વિદ્યાલય છાત્રાલય મુકામે મળેલ. સમારંભ અધ્યક્ષ સવજીબાપા તાંદલીયા કંપાની નિશ્રામા યોજાયેલ. પ્રાર્થનાથી થયેલ શુભ શરૂઆત સ્વાગત પ્રવચન મુખી શ્રી ધવલ પટેલે કરેલ. ડોક્ટર ધવલ પટેલે આખા વર્ષના લેખા જોખા રજૂ કર્યા હતા. ત્યારબાદ કેજી થી માસ્ટર ડિગ્રી સુધીના દીકરા દીકરીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જ્યોતિ હાઈસ્કૂલના પ્રમુખશ્રી રસિકભાઈ પટેલ, પ્રિન્સિપાલ રશ્મિકાંત પટેલ, ઉદ્યોગપતિ દિનેશભાઈ પટેલ, ડોક્ટર સી કે પટેલ, યુવક મંડળના પ્રમુખશ્રી શાંતિલાલ વેલાણી, મહિલા પ્રતિનિધિ કૌશલ્યાબેન, રીન્કુબેને પોતાના પ્રતિભાવો આપ્યા હતા
. સંત સાનિધ્ય પંકજદાસજી મહારાજે ભાવપૂર્વક આશીર્વાદ આપ્યા હતા. 18 માં સ્નેહ મિલનમાં ડોક્ટર એમ પી પટેલ લલિતભાઈ પટેલ બધાજ પૂર્વ પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખશ્રી શાંતિલાલ, મંત્રીશ્રી રોનક નાકરાણી, સુરેશભાઈ વેલાણી, અરવિંદભાઈ લીંબાણી, વિપુલભાઈ ધોળું, ભાવિન ભોજાણી, ભૌમિક ભોજાણી, પાર્થ ભગત અને સમગ્ર યુવક મંડળની ટીમની મહેનત રંગ લાવી હતી.
સમગ્ર કાર્યક્રમના ઇનામના અને ભોજનના દાતા જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી સુરેશભાઈ પટેલના પિતાશ્રી સવજી બાપા અને નાનુંમાં, ચંદ્રિકાબેન, સુપુત્રો નીલ અને જીલ ગાંધીનગરથી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભ અધ્યક્ષ સવજીબાપા વતીથી તેમના દીકરા સુરેશભાઈ પટેલે સૌને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમ અંતે આભાર દર્શન શ્રી સુરેશભાઈ વાડિયા દ્વારા કરવામાં આવ્યું.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


