Friday, October 25, 2024

સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પોહચાડવા માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતુત્વમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ

સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પોહચાડવા માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતુત્વમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ સમગ્ર રાજયમાં કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે બોટાદ જિલ્લા /તાલુકાના બાબરકોટ ગામે બોટાદ જિલ્લા વહીવટી તંત્રની અને તાલુકા પંચાયતના માર્ગદર્શન હેઠળ વિકસીત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ગુજરાત સરકાર દ્વારા નિમાયેલાશ્રી એમ.કે.ચૌહાણ સાહેબ નાયબ નિયામક-સચિવશ્રી(પશુપાલન અને કૃષિ વિભાગ) તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જાડેજા સાહેબ તથા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનશ્રી કનુભાઈ રાઠોડ તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મંજુબેન બારૈયા તથા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ભુપતભાઇ જાંબુકીયા તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રી ગોપાલભાઇ સાંકળિયા અને તાલુકા વિકાસ અધિકારીશ્રી જયરાજસિંહ ગોહિલ સાહેબ તથા મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી માંજરીયા સાહેબ તથા સરપંચશ્રી તથા ઉપસરપંચશ્રી મહેન્દ્રભાઈ ખાચર જેવા મહાનુભાવો હાજર રાહયા અને પ્રા.શાળા ના બાળકો દ્વારા દેશભક્તિ ના ગીત અને પ્રાકૃતિક ખેતી વિશેનું નાટક ખૂબ સારા અભિનયથી કરવામાં આવ્યું તમામ મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી ને મકાન સહાયની કી આપવામાં આવી તથા રેશનકાર્ડ /આયુષ્યમાં કાર્ડ લાભાર્થીઓને વિતારણ કારવામાં આવ્યા અને બાબરકોટ ગામને ભારત સરકાર જળ શક્તિ મંત્રાલય પેયજલ અને સ્વચ્છતા વિભાગ(જલ જીવન મિશન )દ્વારા હર ઘર જળ “પંચાયત” અને ઓડીએફ પ્લસ “મૉડેલ ગ્રામ પંચાયત” ઍવોડથી સરપંચશ્રી ચંદ્રિકાબેન જગદીશભાઈ ગોંડલિયા તથ તલાટી કમ મંત્રી અશ્વિનભાઈ ચૌહાણ ને ઍવોડથી સન્માનિત કરવામાં આવ્યા અને પ્રાકૃતિક ખેતી ને મહત્વ આપતા ગામના ખેડૂતઅગ્રણી શ્રી કનુભાઈ ખાચર (ગુજરાત રાજ્યના માન. રાજ્યપાલ સાહેબ દ્વારા સન્માનિત)દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી સમગ્ર કાર્યક્રમમાં આચાર્યશ્રી તથા તમામ શિક્ષક સ્ટાફ ગ્રામસેવક ,આરોગ્યના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા વિકસીત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ માં સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે આરોગ્યની તમામ તપાસ/આયુષ્યમાં કાર્ડ/આભા કાર્ડ/આધારકાર્ડ ની તમામ કામગીરી/રેશનકાર્ડ ની કામગીરી/ બેંક ની વિવિધ કામગીરી/ખડૂત ને લાભદાયક માહિતી આપવામાં આવી…આમ બાબરકોટ ગામના ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને વિવિધ યોજનાનો લાભ લીધો હતો આમ આખો કાર્યક્રમ ખૂબ સરસ રહેતા રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા નિયામકશ્રી એમ.કે.ચૌહાણ સાહેબ દ્વારા ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબે સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores