Wednesday, October 23, 2024

ઉના શહેરમાં વરૂણદેવને રીજવવા હિન્દુ યુવા સંગઠન ભારત ગૌ રક્ષક દળ જય મહાકાલ ગ્રુપ શિવ શેના દ્વારા વિશાળ શોભા યાત્રા યોજવામાં આવી

ઉના શહેરમાં વરૂણદેવને રીજવવા હિન્દુ યુવા સંગઠન ભારત ગૌ રક્ષક દળ જય મહાકાલ ગ્રુપ શિવ શેના દ્વારા વિશાળ શોભા યાત્રા યોજવામાં આવી અને તેમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા

ઉના શહેરમાં આજે વરૂણદેવને રિજવવા હિન્દુ યુવા સંગઠન ભારત ગૌ રક્ષક દળ જય મહાકાલ ગ્રુપ શિવ શેના દ્વારા એક વિશાળ શોભા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉના નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણિયા તથા લાલીમા ચૌહાણ કિનર સમાજ ના આગેવાન સહિત તેમજ મહાકાલ ગ્રુપ તથા શિવ સેના પ્રમુખ દીપકભાઈ.બી.બાંભણીયા તેમજ હિન્દુ યુવા સંગઠન ના ગીર સોમનાથ જિલ્લા ઉપાધ્યક્ષ મહેશભાઈ બારૈયા ઉના તાલુકા પ્રમુખ અજયભાઈ બાંભણીયા ઉના શહેર તાલુકા અધ્યક્ષ સંદીપભાઈ બાંભણીયા સહિતના લોકો બહોળી સંખ્યા માં જોડાયા હતા આ હરદેવ લાલા થી ટાવર ચોક વિસ્તારથી લઈ અને અનેક વિસ્તારોમાં ફરી હતી જેમાં મંદિરોમાં ધજાઓ ચઢાવવામાં આવી અને મહાકાલેશ્વર મહાદેવ ને પ્રાર્થના કરી હતી અને અંતે સરબત અને નાસ્તા નું આયોજન કરેલ અને રાત્રી ના પણ કાર્યક્રમ ભવ્ય છે જેમાં સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોડાશે અને આ રેલીમાં સંતો મહંતો મોટી સંખ્યામાં જોડાયા અને આ અંતે રેલી પૂર્ણ કરવામાં આવી.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores