Monday, December 23, 2024

પાવડાસણ ગામના ગોવારિયા પરિવારએ સ્વર્ગવાસ દિકરીના આત્માને શાંતિ માટે નિરાધાર ફરતી ગાયોને લીલોઘાસચારો ખવડાવી દિકરીના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી

*અહેવાલ પ્રધાનજી ઠાકોર**                 પાવડાસણ ગામના ગોવારિયા પરિવારએ સ્વર્ગવાસ દિકરીના આત્માને શાંતિ માટે નિરાધાર ફરતી ગાયોને લીલોઘાસચારો ખવડાવી દિકરીના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી*

થરાદના પાવડાસણ ગામના ગોવારિયા રમેશભાઈ ગોરધનજી જેઓ રાહ ખાતે કાપડની દુકાન ચલાવી પોતાનું ગુજરાત ચલાવી રહ્યા છે તેમના પરિવારની દિકરી અચાનક બીમાર પડી હતી જેને ઘણી બધી હોસ્પિટલોમાં તેના પરિવારે દવા સારવાર કરાવી હતી તેમ છતાં એ દિકરી ના બચી શકી અને અણધારી આ પરિવારમાંથી વિદાય લીધી હતી ત્યારે એમના પરિવારે એ દીકરીના દિવ્ય આત્માને શાંતિ માટે , મોક્ષાર્થે નિરાધાર ફરતી ગામની 400 જેવી ગાયો માટે 11000/- હજાર રૂપિયાની એક ગાડી લીલોઘાસચારો અને ગોળ ખવડાવીને એના દિવ્ય આત્માને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી વધુમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ એમના પરિવાર ઉપર આવેલી અણધારી વિદાયની ઘડીમાં એમને માં ભગવતી ગૌમાતા આ દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે અને એમના પરિવારે આ દીકરીના મોક્ષાર્થે એક ઉત્તમ કાર્ય કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો આજના સેવાકિય કાર્યમાં જગમાલભાઈ , રમેશભાઈ , રામજીભાઈ , આસુભાઈ , આકાશભાઈ , તોલારામ ,

રાજુભાઈ , હરેશભાઈ ,મોહનભાઈ ,અને અન્ય બે મિત્રોએ ખૂબજ સારો સાથ સહકાર આપ્યો હતો..

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores