Monday, December 23, 2024

સાબરકાંઠામાં સામાજિક વન વિભાગની અનોખી પહેલ કોન્ફરન્સ કોલ મારફતે યોજના વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું  

સાબરકાંઠામાં સામાજિક વન વિભાગની અનોખી પહેલ કોન્ફરન્સ કોલ મારફતે યોજના વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું

 

સાબરકાંઠા રિલાયન્સ ફાઉન્ડેશન નરોત્તમ લાલભાઇ રુલર ડેવલમેન્ટ ફંડ સંસ્થા થકી જોડાઈને પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં ડિઝીટલ પ્લેટફોર્મ દ્વારા ગ્રામવિકાસ માટેની નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે , જેમાં સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી , ખેડબ્રહ્મા , પોશીના અને તલોદ તાલુકાના સિલેકટેડ ગામોની જરૂરિયાત અને માંગને ધ્યાનમાં રાખીને ખેતી વિષયક બદલાવ લાવવા નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે.

 

કાર્યક્રમના ભાગરૂપે નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડ પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં સુધી ડીઝીટલ પ્લેટફોર્મ મારફતે પહોંચી લોકસંપર્ક જાળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આશય સાથે સાથે વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજના વિષયક માર્ગદર્શન કોન્ફરન્સ કોલ હાથ ધરવામાં આવ્યો, જેમાં સાબરકાંઠાના પોતાના કાર્યક્ષેત્રના 85 જેટલા ગ્રામ પંચાયત પ્રતિનિધિ ,સરપંચ શ્રીઓ તથા સક્રિય આગેવાનો જોડાઈને સામાજિક વનીકરણ વિભાગની યોજના અંગે માર્ગદર્શન મેળવવામાં સફળતા મેળવી હતી

 

કોન્ફરન્સ કોલમાં સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી એન.એ

ચૌધરી (ખેડબ્રહ્મા વિસ્તરણ રેન્જ) દ્વારા કોન્ફરન્સ કોલ માધ્યમે પર્યાવરણ કામગીરીને વેગ આપવાના તથા ગામલોકો સુધી સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજના વિષયક માર્ગદર્શન મળી રહે તે ઉદેશ્યથી સરળ ભાષામાં ઉંડાણ પૂર્વક માહિતી આપવાનો પ્રયત્ન કર્યો હતો,

 

ઉપરોક્ત કોન્ફરન્સ કોલમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી એન.એ.ચૌધરી સાહેબ દ્વારા સામાજિક વનીકરણ વિભાગની સામૂહિક યોજનાઓ જેવી કે પંચરત્ન ગ્રામ વાટીકા , પંચરત્ન અમૃત સરોવર યોજના , ઇ પર્યાવરણ , ગ્રામવન ,હરિયાળું ગામ, પંચવટી યોજના, સ્મશાન સગડી, પવિત્ર ઉપવન યોજના , વન કુટિર વગેરે સામુહિક યોજના તથા વ્યક્તિગત યોજના જેમાં એગ્રો ફોરેસ્ટ , કિસાન નર્સરી ,નેશનલ બમ્બુ જેવી ઘણીબધી યોજના વિષયક માર્ગદર્શન આપીને ઉપરોક્ત તમામ યોજનાઓનો લાભ લેવા માટેની પ્રક્રિયા વિષયક સમજ ઉભી કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો.

કોન્ફરન્સ કોલના અંતમાં ગ્રામ પંચાયત પ્રતિનિધિ તથા સક્રિય આગેવાનો દ્વારા પૂછવામાં આવેલ તમામ પ્રશ્નોનો રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી એન. એ ચૌધરી દ્વારા સંતોષ કારક પ્રત્યુતર આપવાની સાથે સાથે નજીકની સામાજિક વનીકરણ વિભાગની ઓફિસની મુલાકાત લેવાનો અનુરોધ કરી કોન્ફરન્સ કોલ પૂર્ણ જાહેર કર્યો હતો.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores