>
Saturday, May 2, 2026

કોડીનાર તાલુકાના ડોળાસા થી બોડીદર ગામ ની સીમ સુધી ના રોડ નો જીર્ણોધ્ધાર કાર્ય શરૂ..દબાણો દૂર કરી રોડ પહોળો બનાવવા માંગ,

કોડીનાર તાલુકાના ડોળાસા થી બોડીદર ગામ ની સીમ સુધી ના રોડ નો જીર્ણોધ્ધાર કાર્ય શરૂ..દબાણો દૂર કરી રોડ પહોળો બનાવવા માંગ,

 

ડોળાસા તા.૧૮, કોડીનાર તાલુકાના ડોળાસા થી આલીદર સીધી ના આઠ કી.મી.ના પેવર રોડ કામ ત્રણ ટુકડે કરવા માં આવે છે..ડોળાસા અને આલીદર ગામો કોડીનાર તાલુકાના છે. વચ્ચે બે ગામો આવે છે. સોનપરા અને બોડીદર જે ગીર ગઢડા તાલુકા ના છે.આ રોડ બે તાલુકા ની હદ માંથી પસાર થતો હોવાથી આ રોડ ( આઠ કી.મી.) ત્રણ ટુકડે બને છે.આ રોડ કાયમ માટે સળંગ એક જ એજન્સી અને એકજ વર્ક ઓર્ડર થી બનાવાય તેવી આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી છે.આ ઉપરાંત વીસ વર્ષ થી આ રોડ પર થયેલા દબાણો દૂર કરવા માંગણી કરવા માં આવી છે.કોડીનાર તાલુકાના ડોળાસા થી આલીદર વચ્ચે નું અંતર માત્ર આઠ કી.મી.છે.અને આ રોડ ઉપર સતત ટ્રાફિક રહે છે. આ રોડ પહોળો અને એક વર્ક ઓર્ડર થી બનાવાય તેવી કોડીનાર તાલુકાના ના આલીદર અને ડોળાસા તેમજ ગીર ગઢડા તાલુકાના સોનપરા,, બોડીદર,, જાંજરિયા અને વેલકોટ ગામ ના લોકો ની માંગ છે. આલીદર થી સોનપરા ની સીમ સીધી નો રોડ દિવાળી પહેલા બની ગયો છે.અને ડોળાસા થી બોડીદર ની સીમ સુધી ના સીસી અને પેવર રોડ ના કામ શરૂ થયું છે. હાલ સફાઈ કામ ચાલુ છે.પણ આ રોડ પર થયેલા દબાણો દૂર કરી નેજ આગળ નું કામ કરવા લોકો અને આગેવાનો ની સામૂહિક માંગ છે.ગીર ગઢડા તાલુકા ની હદ માં આવતો રોડ ક્યારે બનશે ? તે નક્કી નથી . ગીર ગઢડા તાલુકા પંચાયત ના સદસ્ય ધીરુભાઈ મકવાણા , બોડિદર ગામ ના સરપંચ બાજુબેન મોરાસીયા,માજી સરપંચ રણજીતભાઇ વાળા,, સોનપરા ગામના સરપંચ ડૉ.ઉમેશભાઈ વાઢેળ વિગેરે આગેવાનો દ્વારા સરકાર શ્રી માં રજૂઆત કરી ડોળાસા થી બોડીદર સુધી માં રોડ પર આવતા દબાણો દૂર કરવા અને ભારે ટ્રાફિક થી ધમધમતા આ રોડ ને સ્ટેટ હાઇવે નો દરજ્જો આપી પહોળો બનાવવા માંગ કરવા માં આવી છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા ગીર ગઢડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores