વડાલી નગરપાલિકાના સફાઈ કામદારોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું
વડાલી શહેરના નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા વડાલી નગરપાલિકાના ચીફ ઓફિસર અને તાલુકા મામલતદારને શોષણ થતું અટકાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું
વડાલી વાલ્મિકી સફાઈ કામદારો તારીખ 10/02/ 2025 ના રોજ પોતાના કામથી અળગા રહેશે
ગુજરાતના તમામ વાલ્મિકી સમાજના અને સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો માટે માલપુર થી દિલ્હી દંડવત યાત્રા લાલજી ભગત કરી રહ્યા છે આ અંગે તંત્રએ કોઈપણ પ્રશ્નો આજ દિન સુધી હલ કર્યા નથી
ગુજરાતના સફાઈ કામદારો તારીખ 10/02/ 2025 ને સોમવારના રોજ પોતાના કામથી અળગા રહેશે અને જરૂર પડે તો અચોક્કસ મુદતની હડતાલ પણ કરશે
ગુજરાતમાં વાલ્મિકી સમાજનું અને સફાઈ કામદારોનું ભરપૂર શોષણ થઈ રહ્યું છે અને તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે તેમને ન્યાય અપાવવા માટે વર્ષ 2022 માં માલપુર થી ગાંધીનગર સુધી દંડવત યાત્રા કરવામાં આવી હતી
તેમાં મંત્રીશ્રીઓ એ આવીને પારણા કરાવ્યા હતા છતાં આજદિન સુધી એક પણ પ્રશ્ન હલ કરવામાં આવેલ નથી તેના માટે માલપુર થી દિલ્હી દંડવત યાત્રા તારીખ 01/01/ 2025 ના રોજ થી નીકળી છે આજે એ વાતની એક મહિનો થયો છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવેલ નથી લાલજી ભગત પોતાનો પરિવાર છોડીને કડકડતી ઠંડીમાં અને રોડ ઉપર જીવના જોખમે દંડવત યાત્રા કરી રહ્યા છે લાલજી ભગત ને કંઈ પણ થશે તો તેની જવાબદારી સરકારશ્રીની અને તંત્રની રહેશે તારીખ 10 /02/ 2025 ની સોમવારના રોજ સફાઈ કામદારો સફાઈ કામ છોડીને અચોક્કસ મુદતની હડતાળ પર જશે
બ્યુરો રીપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 161850
Views Today : 