વદરાડ ખાતે વિવિધ દેશના 17 મેમ્બર્સે NDCના રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહાત્મક અભ્યાસક્રમ અંતર્ગત મુલાકાત લીધી
સાબરકાંઠા જિલ્લામાં શાકભાજી ઉત્કૃષ્ઠતા કેન્દ્ર,વદરાડ ખાતે NDCના રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહાત્મક અભ્યાસક્રમ અંતર્ગત વિવિધ દેશના 17 મેમ્બર્સેની ટીમે મુલાકાત લીધી હતી. ભારતીય સેનાના મેજર જનરલશ્રી અજયકુમાર સિંઘના નેતૃત્વમાં નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ (NDC) તેમજ ઈન્ડીયન રેવન્યુ સર્વિસીઝ, આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ ઉપરાંત ઈરાન, બાંગલાદેશ, તાનઝાનીયા, ઉઝબેકિસ્તા, જાપાન અને ઓમાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની 17 મેમ્બર્સની ટીમે
શાકભાજી ઉત્કૃષ્ઠતા કેન્દ્ર,વદરાડ ખાતે મુલાકાત લીધી હતી.જેમાં બાગાયત નિયામકશ્રી એફ કે મોઢ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સેન્ટરની સ્થાપનાથી આજ દિન સુધીની ખૂબ ઝીણવટ ભરી માહિતી આપી હતી. નાયબ બાગાયત નિયામકશ્રી ડી એમ પટેલે સેન્ટર ખાતે કરવામાં આવતી રક્ષિત ખેતીની માહિતી આપી હતી. આ પ્રોગ્રામનું સફળ સંચાલન ગુજરાત હોર્ટિકલ્ચર નોલેજ સોસાયટીના નાયબ બાગાયત નિયામકશ્રી પી કે કેવડિયા દ્વારા કરવામાં આવ્યું હતુ.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891
સાબરકાંઠા જિલ્લામાં શાકભાજી ઉત્કૃષ્ઠતા કેન્દ્ર,વદરાડ ખાતે NDCના રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહાત્મક અભ્યાસક્રમ અંતર્ગત વિવિધ દેશના 17 મેમ્બર્સેની ટીમે મુલાકાત લીધી હતી. ભારતીય સેનાના મેજર જનરલશ્રી અજયકુમાર સિંઘના નેતૃત્વમાં નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ (NDC) તેમજ ઈન્ડીયન રેવન્યુ સર્વિસીઝ, આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ ઉપરાંત ઈરાન, બાંગલાદેશ, તાનઝાનીયા, ઉઝબેકિસ્તા, જાપાન અને ઓમાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની 17 મેમ્બર્સની ટીમે શાકભાજી ઉત્કૃષ્ઠતા કેન્દ્ર,વદરાડ ખાતે મુલાકાત લીધી હતી.જેમાં બાગાયત નિયામકશ્રી એફ કે મોઢ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સેન્ટરની સ્થાપનાથી આજ દિન સુધીની ખૂબ ઝીણવટ ભરી માહિતી આપી હતી. નાયબ બાગાયત નિયામકશ્રી ડી એમ પટેલે સેન્ટર ખાતે કરવામાં આવતી રક્ષિત ખેતીની માહિતી આપી હતી. આ પ્રોગ્રામનું સફળ સંચાલન ગુજરાત હોર્ટિકલ્ચર નોલેજ સોસાયટીના નાયબ બાગાયત નિયામકશ્રી પી કે કેવડિયા દ્વારા કરવામાં આવ્યું હતુ.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


