ઉના તાલુકાના દેલવાડા ગામે મછુનદ્રી નદી કિનારે આવેલા અતિ પ્રાચીન મંદિર શ્રી ભિડભંજન મહાદેવ ને દેલવાડા ગામ ના એક ભાવિક ભકત દંપતી દ્રારા દરરોજ સાંજ ના સમયે ફુલ પુજા ચડાવવા મા આવે છે
દેલવાડા ગામ ના મકવાણા કાન્તિભાઇ હસમુખભાઇ તથા તેમના ધર્મપત્ની કાજલબેન તથા એમના કૌટુંબિક ભાઇ નિલેશભાઇ મકવાણા દ્રારા છેલ્લા ઘણા સમયથી ભિડ ભંજન મહાદેવ મંદિરે દરરોજ સાંજ ના સમયે કલાત્મક રીતે ફુલ પુજા ચડાવવા મા આવે છે આ ફુલ પુજા એ લોકો મા ખાસ આકર્ષણ જમાવ્યું છે દરરોજ ગામજનો દ્રારા આ ફુલ પુજા ના દર્શન નો મોટી સંખ્યામાં લોકો લાભ લય ધન્યતા અનુભવે છે સાથે સાથે આ કલાત્મક રીતે ફુલ પુજા ચડાવવા માટે ખાસ મહેનત કરવી પડે છે અને આ ભિડભંજન મહાદેવ ને સાંજ ના સમયે ફુલ પુજા ચડાવવા નુ અનેરુ મહાત્મ્ય છે આમ આ કોળી સમાજ ના મકવાણા પરિવાર દંપતી તથા તેના ભાઇ દ્રારા ચડાવવા મા આવતી ફુલ પુજા એ અનેરુ આકર્ષણ જમાવ્યું છેઅહેવાલ = રમેશભાઈ વંશ ઉના