>
Friday, June 20, 2025

પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તન સંવર્ધન પરિષદ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ 

પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તન સંવર્ધન પરિષદ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ

 

(સંજય ગાંધી સાબરકાંઠા)

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તન સંવર્ધન પરિષદ ભારત દ્વારા શ્રી જુનાગઢ હનુમાનજી મંદિર બેરણા હિંમતનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ જેમાં મંદિર ના મહંત શ્રી મુરલીદાસજી મહારાજ, કેન્દ્રીય નિર્દેશક શ્રી બ્રિજેશભાઇ પટેલ, નીતિનભાઈ પરમાર, પ્રવીણભાઈ બારોટ, વિજયભાઈ દેવાસી, ગણપતભાઇ ગઢવી, નૈતિકભાઇ, જયેશભાઇ, જનક પટેલ, રાધેય પટેલ, ગોપાલભાઈ ની ઉપસ્થિતિ રહેલ.

ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એક પેડ માં કે નામ ના સંકલ્પ ને સાકાર કરવા માટે તથા પર્યાવરણ કેન્દ્રીય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ યાદવ જી તથા પર્યાવરણ સંવર્ધન પરિષદ ચેરમેન શ્રી રાહુલજી દ્વિવેદી દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી જાગૃતતા લાવવા માટે કાર્યક્રમ કરી સરકાર શ્રી ની યોજનાઓ જન જન સુધી પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે તથા પર્યાવરણ વન જલવાયુ પરિવર્તન સંવર્ધન પરિષદ દ્વારા પાંચ કરોડ વૃક્ષોનું વાવેતર તથા જતન કરવામાં આવશે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores