ઉના તાલુકાનું દેલવાડા ગામ એટલે ગંદકી થી ખદબદે છે
ઉના તાલુકાના દેલવાડા ગામે સ્થાનિક પંચાયત ની ઘોર બેદરકારી સામે આવી છે દેલવાડા ગામ ને સરકાર દ્વારા સ્વચ્છતા ગ્રાન્ટ આપવામાં આવે છે તથા સફાઇ કામદારો પણ પંચાયત પાસે છે પરંતુ સ્થાનિક પંચાયત ના પદાધિકારી ઓ દ્રારા ગામ ના ચોક્કસ વિસ્તારોમાં જ સફાઇ કરાવવા મા આવે છે અને ગામ ના દરેક લોકો પાસે થી સફાઇ વેરો પણ લેવામાં આવે છે છતાં પણ પંચાયત દ્રારા માત્ર ચોક્કસ વિસ્તારોમાં જ સફાઇ કરાવવા મા આવે છે જ્યારે કેટલાંક વિસ્તારમાં વસતા લોકો પ્રત્યે ઓરમાયું વર્તન થતું હોય એમ દેલવાડા ગામ ના ચોક્કસ વિસ્તારોમાં સફાઇ કરવામાં આવતી નથી આ કારણોસર અમુક ચોક્કસ વિસ્તારોમાં ગંદકી ના ગંજ ખડકાયા હોય એવો ઘાટ સર્જાયો છે આમ આ પંચાયત ના પદાધિકારી ઓ દ્રારા ઓરમાયું વર્તન થતું હોય એવો ઘાટ સર્જાયો છે આ ગંદકી ને કારણે ભુંડ નો ત્રાસ વધતો જાય છે અને રોગચાળો ફેલાય એવી શક્યતાઓ છે જેથી કરીને આવા ગંદકી ના ગંજ દુર થાય એવી લોક માગણી ઉઠી છે
સરકાર દ્વારા સ્વચ્છતા મિશન હેઠળ આપવામાં આવતી ગ્રાન્ટ નો યોગ્ય રીતે ઉપયોગ થાય અને આવા ગંદકી ના ગંજ દુર થાય એવી લોક માગણી છે બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના