>
Sunday, July 20, 2025

ઉપલેટાની સેનિટેશન શાખા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગતની સફાઈ માટે ખાસ મશીનો મંગાવી દિવસ અને રાત્રે વિશેષ સફાઈ અભિયાન શરૂ કર્યું

ઉપલેટાની સેનિટેશન શાખા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગતની સફાઈ માટે ખાસ મશીનો મંગાવી દિવસ અને રાત્રે વિશેષ સફાઈ અભિયાન શરૂ કર્યું

 

ગટરોમાં ફસાયેલ કચરાને સાફ કરી ચોમાસામાં તકલીફ ન પડે તે માટે આરોગ્ય શાખાએ કર્યું ખાસ આયોજન

 

ઉપલેટા તા. ઉપલેટા નગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા ઉપલેટા શહેરના વિવિધ વિસ્તારોમાં આગામી ચોમાસાની સિઝનના પડતા વરસાદને લઈને વરસાદી પાણીનો નિકાલ થાય તેમ જ ગટરની કુંડીઓ મારફત વરસાદી પાણી નિકાસ થાય અને સમસ્યા ન ઉદ્ભવે તે માટેની સતર્કતાના ભાગરૂપે ખાસ મશીનો મંગાવીને વિશેષ સફાઈ અને કચરો નિકાલને કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં આ કામગીરી સતત ચાલી રહી છે જેને લઇને ચોમાસા દરમિયાન ગટર મારફત વરસાદી પાણી નિકાલ થશે અને ફસાયેલો કચરો પણ મશીનના માધ્યમથી સતત બહાર કાઢવામાં આવી રહ્યો છે.

 

આ અંગે માહિતી આપતા ઉપલેટા નગરપાલિકા ની આરોગ્ય શાખાના સેનિટેશન ઇન્સ્પેક્ટર અશોકભાઈ ડેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તેમજ મુખ્ય અધિકારીની સુચનાથી ઉપલેટા શહેરના વિવિધ વિસ્તારોની અંદર વરસાદ પહેલાની અગમચેતીની કામગીરી એટલે કે પ્રિમોન્સૂન કામગીરી કરવા માટે જણાવેલ હોય જેમાં પાણીના નિકાલ માટે સેનિટેશન વિભાગ દ્વારા દિવસ અને રાત્રી દરમિયાન સતત સફાઈ કામગીરી અને ફસાયેલા કચરાને કાઢવા માટે અને ચોમાસામાં સમસ્યા ન ઉદ્ભવે તેની અગમ ચેતીના ભાગરૂપે ગટર તેમજ કુંડીઓમાં ફસાયેલ કચરો બહાર કાઢવામાં આવી રહ્યો છે અને સાથે જ ફસાયેલા કચરાને વિશેષ મશીન મંગાવી સફાઈ કરવામાં આવી રહ્યો છે જેને લઇને ઉપલેટા શહેરમાં ચાલી રહેલી આ કામગીરીને નગરપાલિકાના સદસ્યો વેપારીઓ આગેવાનો અગ્રણીઓ સહિતના સૌ કોઈએ બિરદાવી હતી અને આ પ્રકારની કામગીરી બદલ સેનિટેશન વિભાગના અધિકારીઓને સફાઈ કર્મચારીઓની કામગીરીને ખૂબ જ પ્રશંસા સાથે આવકારી છે.

 

રિપોર્ટર:- ભાવેશ ગોહિલ ઉપલેટા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores