>
Sunday, July 20, 2025

ઉપલેટા મામલતદાર દ્વારા ગરીબોને અપાતું રાશન કાળા બજારમાં ઘકેલાય તે પહેલા ઝડપી લીધુ : સાડા ચાર લાખ નો મુદ્દામાલ સીઝ કર્યો

ઉપલેટા મામલતદાર દ્વારા ગરીબોને અપાતું રાશન કાળા બજારમાં ઘકેલાય તે પહેલા ઝડપી લીધુ : સાડા ચાર લાખ નો મુદ્દામાલ સીઝ કર્યો

 

શહેરના ભાદર રોડ ઉપર આવેલ સેવન પ્લાઝા એપાર્ટમેન્ટ ની સામે મેમણ શખ્ત દ્વારા શહેર ગ્રામ્ય પંથક માંથી સસ્તા અનાજનું શાસન ભેગું કરી અન્ય યાર્ડમાં ઉચ્ચા ભાવે વેચતા

 

પકડાયેલા રાશનના જથ્થામાં ઘઉં’ ચોખા અને ચણા સહિત ત્રણ વાહનો મામલતદાર નિખિલ મહેતા દ્વારા સીઝ કરવામાં આવ્યા

શહેરના ભાદર રોડ પર આવેલ સેવન પ્લાઝા એપાર્ટમેન્ટ ની સામે ખાલી ભંગારના ડબા ના ગોડાઉનમાં ઘણા સમય થયા ધમધમતું હતું સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ

 

ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા અને તેમની ટીમ દ્વારા આરોપી પકડવા માટે રાત્રિના પાંચ કલાક સંતાકૂકડી રમાયા બાદ આખું રેકેટ ઝડપી લીધું હતું

ઝડપાયેલા જથ્થામાં ઘઉં કિલો ૭૪૫૫. કિંમત. ૨૦૮૭૪૦ રૂપિયા, ચોખા.૩૩૪૦ કિલો કિંમત.૯૦૧૮૦ રૂપિયા ચણા કિલો.૨૮૫ કિંમત. ૯૨૦૦૦ રૂપિયા. તેમજ ત્રણ વાહનો તેમજ એક ઇલેક્ટ્રિક કાંટો વજનનો જેની કિંમત.૧૧૪૦૦૦ રૂપિયા મળી કુલ મુદ્દા માલ કિંમત. ૪૩૨૯૧૬ રૂપિયા નો મુદ્દા માલ સીઝ કર્યો હતો

 

મામલતદાર દ્વારા અનાજ જથ્થો બારોબાર વેચતા અનવર ઓસમાન વિજાણી રહે મોટા ફળિયા ઉપલેટા વાળા નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરી છે

 

ઝડપાયેલો તમામ જથ્થો સરકારી અનાજના ગોડાઉનમાં મોકલી દેવામાં આવ્યો હતો

 

બાઈટ….. નિખિલ મહેતા મામલતદાર ઉપલેટા

 

અહેવાલ….. ભાવેશ ગોહિલ ઉપલેટા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores