>
Sunday, July 20, 2025

મોરથલ ગામના નવ નિમણૂક પામેલા સરપંચ શ્રી સોમાભાઈ ઠોકરનું અકાળે અવસાન, ગામમાં શોકની લાગણી છવાઈ

મોરથલ ગામના નવ નિમણૂક પામેલા સરપંચ શ્રી સોમાભાઈ ઠોકરનું અકાળે અવસાન, ગામમાં શોકની લાગણી છવાઈ

થરાદ તાલુકાના મોરથલ ગામમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય મેળવી શ્રી સોમાભાઈ ઠોકર સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. માત્ર થોડાં જ દિવસો પહેલા તેમણે સમર્પિત ભાવનાથી ગ્રામ વિકાસના સંકલ્પ સાથે કાર્યભાર સંભાળ્યો હતો, પરંતુ અચાનક તેમનું અકાળે અવસાન થતા સમગ્ર ગામને ભારે આઘાત લાગ્યો છે.

શ્રી સોમાભાઈ ઠોકર સમાજસેવી સ્વભાવના અને સૌમ્ય વાણીના ધણી હતા. સામાન્ય લોકો વચ્ચે સારી છાપ ધરાવતા હતા. ગ્રામજનોમાં તેમના નેતૃત્વ માટે વિશેષ આશાઓ હતી. તેમનું અચાનક થયેલું અવસાન માત્ર તેમના પરિવાર માટે જ નહિ, પણ સમગ્ર મોરથલ ગામ માટે મોટી ખોટરૂપ બન્યું છે.

મૃત્યુના કારણ વિશે સ્પષ્ટ માહિતી બહાર આવી નથી, જોકે તબીબી કારણો સંભવિત ગણાઈ રહ્યા છે. અંતિમવિધિ ગામમાં શ્રદ્ધાંજલિ સાથે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. ગામના આગેવાનોએ તેમજ લોકોએ તેમની સામાજિક સેવાઓને યાદ કરી આંખોમાં આંસુ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી….

રિપોર્ટર-હમીરભાઇ રાજપુત થરાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores