>
Saturday, June 20, 2026

ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાજાનો જથ્થો ૯ કિલો ૬૬૮ ગ્રામ કિ. રૂ-4,83,400/-નો મુદ્દા માલ સાથે બે ઇસમોને પકડી પાડ્યા

ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાજાનો જથ્થો ૯ કિલો ૬૬૮ ગ્રામ કિ. રૂ-4,83,400/-નો મુદ્દા માલ સાથે બે ઇસમોને પકડી પાડ્યા

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી વિરેન્દ્રસિંહ યાદવ IPS તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ IPS નાઓએ સાબરકાંઠા જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા ” SAY NO TO DRUGS” મિશન અંતર્ગત તથા ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા સુત્રને સાર્થક કરવા નાર્કોટીક્સના પદાર્થોનું ખરીદ વેચાણ કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સ્મિત ગોહીલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમો ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.બી.ખાંટ ખેરોજ પો.સ્ટે નાઓ તથા સ્થાનીક પોલીસના માણસો તા.૧૦/૧૦/૨૦૨૫ રોજ નાઈટ રાઉન્ડ દરમ્યાન લાંબડીયા ખાતે બિરસામુંડા સર્કલ પાસે વાહન ચેકીંગ કામગીરીમા રોકાયેલ હતા તે દરમ્યાન એક પલ્સર મોટર સાયકલ નંબર GJ-01-SD-0133 તથા હ્યુન્ડાઈ કંપનીની આઇ ૧૦ ગાડી નં.GJ-01-KP-6695 ગાડી આવતા બન્ને ગાડીઓને ઉભી રખાવી તપાસ કરતા આઈ ૧૦ ગાડીની અંદર ગેરકાયદેસરનો માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૯.૬૬૮ કિ.ગ્રામ કિ.રૂ.-૪,૮૩,૪૦૦/- મળી આવતા સદર ગાડીની આગળ પલ્સર મો.સા ચાલક આગળ પાયલોટીંગ કરતો હોવાનુ જણાતા જેથી સદરી ઇસમોની કબજા ભોગવટાની આઈ ૧૦ ગાડી કી.રૂ.૩૫,૦૦૦/- તથા મોબાઇલ નં-૦૩ કિ.રૂ.-૬,૦૦૦/- મળી કુલ રૂપિયા-૬,૨૪,૪૦૦/- મુજબનો મુદ્દામાલ કબજે લઈ સદરી આરોપીઓ વિરૂધ્ધમાં ઘી નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સિઝ એક્ટ-૧૯૮૫ (એન.ડી.પી.એસ.એકટ)ની કલમ-૮(સી), ૨૦ (બી),૨૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી એન.ડી.પી.એસ એક્ટ મુજબનો કેસ શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે.

 

પકડાયેલ આરોપી

 

(૧) હસન ઉસ્માનભાઈ સુમરા ઉ.વ.-૩૫ રહે.૫૫૦ નહેરૂનગર સંગમ સિનેમાની પાછળ મકરબા અમદાવાદ

 

(૨) ઇમરાન ઉર્ફે કાસમ ઉસ્માન વેપારી ઉ.વ.-૪૨ રહે. મકરવા રોડ નહેરૂનગર સરખેજ અમદાવાદ

 

બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores