*લોક સેવાની સાથે સાથે રોકડ સહાયની મદદ કરતા ઉનાના લોકલાડીલા ધારાસભ્યશ્રી કાળુભાઇ રાઠોડ…*
આજરોજ ઉના તાલુકાના *ગાંગડા* ગામની મુલાકાતે પહોંચેલા *ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* એ *સરપંચશ્રી* તેમજ *આગેવાનો* પાસેથી ગામની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તે સમયે આગેવાનોએ ગામમાં બનેલી ઘટનાઓ વિશે *ધારાસભ્યશ્રીને* જાણ કરી હતી. જેમાં *સિંધલ ભાણાભાઈ ભીમાભાઈના બકરાનું અવસાન* થયું હોવાનું જણાવ્યું તેમજ *ગોહિલ જયેશભાઈ હામાભાઈની ભેંસનું અવસાન થયુ હોવાનું જણાવ્યું,* *રબારી હમીરભાઈ નાજાભાઈ ને રસ્તો બનાવવા* માટે અને *મોંઘીબેન ઉકાભાઈ ગોહિલ ને ઓપરેશન માટે આર્થિક સહાય* બાબતે *ધારાસભ્યશ્રી* ને જાણ કરી હતી. *ધારાસભ્યશ્રી એ તાત્કાલિક અસરથી આ લોકોની મુલાકાત લઈ.* અને તેઓના દુઃખમાં સહભાગી બનવા તેઓને આર્થિક સહાય સ્વરૂપે *સિંધલ ભાણાભાઈ ભીમાભાઈ ને બકરાના અવસાનની 25 હજારની સહાય, ગોહિલ જયેશભાઈ હામાભાઈ ને ભેંસના અવસાનની 20 હજારની સહાય, રબારી હમીરભાઈ નાજાભાઈ ને રસ્તો બનાવવા માટે 15 હજારની સહાય અને મોંઘીબેન ઉકાભાઈ ગોહિલ ને ઓપરેશન માટે 10 હજારની સહાય કરી હતી
.* આ તમામ લોકોને *ઉનાના સક્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ સહિયારો આપ્યો હતો.* સહિયારો મળતાની સાથે જ ગદગદિત થયા હતા. અને બે હાથ જોડીને *ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ નો આભાર માન્યો હતો.* આભાર સમયે તેઓના મુખેથી અમુક શબ્દો નીકળ્યા *તમે ભગવાન સ્વરૂપે આવી અમારી મદદ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.*આમ ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ મતવિસ્તાર ની દરેક જનતા માટે અડધી રાત નો હોંકારો છે ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે હર હંમેશ કોઇપણ પ્રકારની સહાય આપવામાં પાછીપાની નથી કરતા આ કારણોસર એમની રાજકીય લોકપ્રિયતા વધી રહી છે જ્યારે કેટલાંક એમના હિતશત્રુઓ સાંખી શકતા નથી આ કારણોસર અલગ અલગ વિવાદો ઉભા કરી ને સોશિયલ મીડિયા પર લવારી કરતા રહે છે આ તકે તાલુકા પંચાયતના સદસ્યશ્રી અરજણભાઈ ગોહિલ, સરપંચશ્રી ઉદયસિંહ ગોહિલ, અજુભાઈ ગોહિલ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આમ આજરોજ ગાંગડા ગામે ગરીબ પરીવાર ની મુલાકાત કરી હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ







Total Users : 148677
Views Today : 