પ્રયાગ કોલેજ પાનોલ મુકામે શ્રીમદ ભગવદ ગીતા જ્ઞાન મહાયજ્ઞનું આયોજન કરાયું

પરમ પૂજ્ય સદગુરુ સ્વામી રામસુખદાસજી મહારાજ રચિત સાધક સંજીવની અંતર્ગત ગીતોપનીષદ સત્સંગ કથાનું નવ દિવસીય આયોજન પ્રયાગ કોલેજ પાનોલના પરિસરમાં કરવામાં આવેલ છે. જેના વક્તા તરીકે મૂળ શ્યામનગર અને હાલમાં નરોડા સ્થિત શિક્ષણ સાથે સંકળાયેલા એવા ચિંતક અને અધ્યાત્મનો બહોળો અનુભવ ધરાવનાર અધ્યાપકશ્રી ગૌતમભાઈ શામળભાઈ પ્રજાપતિ ઉર્ફે ગૌતમ મહારાજના શ્રીમુખેથી સંગીતના સથવારે મધુર વાણી દ્વારા કરવામાં આવે છે.
કથાના યજમાન તરીકે પાનોલ, ભજપુરા, ચૂલ્લા, વેટલા, કેસરગંજ, કોઠણ, વડીયાવીર, દેત્રોલી, ભૂતિયા અને નવા પાનોલના સૌ હરી ભક્તો દ્વારા કરવામાં આવેલ છે. પ્રથમ દિવસે સાંજે 7:00 વાગ્યે પોથીયાત્રા નિવૃત પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ રામજીભાઈ પટેલના ઘરેથી ભજન અને ધૂનના સથવારે વાજતે ગાજતે ભજપુરાથી પ્રયાગ કોલેજ મુકામે આવેલ.
તારીખ 23 થી 31 મે સુધી કથાનો સમય રાત્રે 8 થી 10 નો રાખવામાં આવેલ છે. જેના લીધે વધુ સંખ્યામાં હરિભક્તો લાભ લઈ રહ્યા છે. કથાને સફળ બનાવવા માટે પાનોલના વિનુભાઈ, બેચરભાઈ તથા પ્રયાગ કોલેજના સંચાલક ચંદ્રકાંતભાઈ અને પ્રવીણભાઈ ગીરધરભાઈ પટેલની આખી ટીમ ખડે પગે હાજર છે. જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ અને ગીરીશભાઈ પટેલ, રોજંટાથી રમણભાઈ પટેલ, સ્વામી શરણાનંદજીના વિચારોને આત્મસાત કરનાર પ્રેમાનંદ શર્મા ઉપસ્થિત રહી અને શુભેચ્છાઓ પાઠવી હતી. મહત્વની બાબત એ છે કે કથાના યજમાન એવા 10 ગામોમાં છેલ્લા દસ વર્ષથી નિયમિત રાત્રે સાધક સંજીવનીનું વાંચન થાય છે અને દર રવિવારે પાનોલ અને ભજપુરાના ભાઈઓ દ્વારા કોઈ એક ગામમાં જઈ સાધક સંજીવની માંથી એક શ્લોકનું પઠન અને તેની છણાવટ કરવામાં આવે છે. આયોજકો તરફથી કથાના અંતે દરરોજ સૌને ચા અને નાસ્તો આપવામાં આવે છે. કાર્યક્રમનું સંચાલન નરસિંહભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું
બ્યુરો રીપોર્ટ …વિશાલ ચૌહાણસાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 