>
Tuesday, July 21, 2026

સાબરકાંઠાના લેખક રણવિજયસિંહ ચૌહાણ નું પુસ્તક “અધુરી વિદાય” નું વિમોચન કરાયું 

સાબરકાંઠાના લેખક રણવિજયસિંહ ચૌહાણ નું પુસ્તક “અધુરી વિદાય” નું વિમોચન કરાયું

 

“પિતૃ ભક્તિનું અનોખું ઉત્તમ ઉદાહરણ”

 

 

સાબરકાંઠા અરવલ્લી રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય ‘વિધાર્થી સન્માન સમારોહ – ૨૦૨૬’ માં શિક્ષણ અને સંસ્કારના સમન્વય સાથે એક અત્યંત પ્રેરણાદાયી અને ભાવનાત્મક ક્ષણ જોવા મળી હતી. મનમાન હોટેલ, હિંમતનગર-ઇડર હાઇવે ખાતે યોજાયેલા આ પ્રવિત્ર પ્રસંગે, રાધીવાડ ગામના વતની અને વ્યવસાયે અંગ્રેજી શિક્ષક એવા યુવા લેખક રણવિજયસિંહ પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા લિખિત તેમના પ્રથમ પુસ્તક ‘અધૂરી વિદાય’ નું મહાનુભાવોના હસ્તે ગરિમાપૂર્ણ વિમોચન કરવામાં આવ્યું હતું.​કળિયુગના શ્રવણની ઉપમાથી નવાજાયા

આ પુસ્તક લેખકે તેમના પિતા સ્વ. પ્રતાપસિંહ કિશોરસિંહ ચૌહાણ (જેઓ પોતે પણ એક આદરણીય શિક્ષક હતા) ના સંઘર્ષમય જીવન, ત્યાગ અને પિતૃપ્રેમને સમર્પિત કરીને લખ્યું છે. પુસ્તકની આ ગંભીર અને લાગણીસભર પૃષ્ઠભૂમિથી પ્રભાવિત થઈને કાર્યક્રમના મુખ્ય મહેમાન અને હિંમતનગર નગરપાલિકાના ઉપ પ્રમુખ શ્રી ગોપાલસિંહજી રાઠોડે લેખક રણવિજયસિંહ ચૌહાણને મંચ પરથી “કળિયુગના શ્રવણ” તરીકેની સર્વોચ્ચ ઉપમા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજની ભૌતિકવાદી યુવા પેઢી જ્યાં માતા-પિતાના સંસ્કારો ભૂલી રહી છે, ત્યાં રણવિજયસિંહે પોતાની કલમ દ્વારા પિતાના ઋણને ચૂકવવાનો જે ભગીરથ પ્રયાસ કર્યો છે તે સમગ્ર સમાજ માટે વંદનીય અને પ્રેરણારૂપ છે.

 

​ત્રણ ભાષાઓમાં વૈશ્વિક સંદેશ

પિતાનો નિઃસ્વાર્થ પ્રેમ કોઈ એક ભાષાનો મહોતાજ નથી હોતો, તે વાતને સાર્થક કરતા લેખકે આ પુસ્તકને એકસાથે ત્રણ ભાષાઓ – ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માં તૈયાર કર્યું છે. પુસ્તકનું શીર્ષક ‘અધૂરી વિદાય’ વાચકોના હૃદયને સ્પર્શી જાય તેવું છે, જે પિતાની અચાનક વિદાય બાદ એક પુત્રના હૃદયમાં રહી ગયેલી વાતો અને લાગણીઓને જીવંત કરે છે.

​આ ગૌરવશાળી પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી વનરાજસિંહજી ગણપતસિંહ રાઠોડ (મોહનપુર), અતિથિ વિશેષ શ્રીમતી પંક્તિકુંવરબા રહેવર (મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ગાંધીનગર) સહિત રાજપૂત સમાજના અગ્રણીઓ, તેજસ્વી વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સમાજના અગ્રણીઓએ રણવિજયસિંહ ચૌહાણની આ સાહિત્યિક ક્ષમતા અને પિતૃભક્તિને બિરદાવીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores