>
Monday, August 24, 2026

વડાલીની બી. જી. શાસ્ત્રી હાઈસ્કૂલમાં મેજર ધ્યાનચંદની જન્મજયંતીની ઉજવણી કરાઈ.

વડાલીની બી. જી. શાસ્ત્રી હાઈસ્કૂલમાં મેજર ધ્યાનચંદની જન્મજયંતીની ઉજવણી કરાઈ.

 

વડાલીની શ્રી બી. જી. શાસ્ત્રી હાઈસ્કૂલ ખાતે હોકીના જાદુગર તરીકે જાણીતા મેજર ધ્યાનચંદની જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે આર.એસ.એસ.ના ગાંધીનગર વિભાગના પ્રવક્તા શ્રી હરેશભાઈ સુથારે ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. તેમણે મેજર ધ્યાનચંદના જીવન અને રમતગમત ક્ષેત્રે તેમના યોગદાન અંગે માહિતી આપી હતી. સાથે જ આપણી પ્રાચીન રમતો તથા ભારતીય રમતગમતની પરંપરા વિશે પણ વિદ્યાર્થીઓને સુંદર માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. રમતગમતના મહત્વ વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના પ્રાથમિક વિભાગના શિક્ષક શ્રી સંદીપભાઈ ગોર સાહેબે કર્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી ડો. હસમુખભાઈ બી. પટેલે આભારવિધિ કરી હતી.

 

બ્યુરો રિપોર્ટ : વિશાલ ચૌહાણ, સાબરકાંઠા

 

મો. 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores