જલારામ વિદ્યા સંકુલ ખાતે જન્માષ્ટમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ.
ગોકુલ-મથુરા જેવો ભક્તિમય માહોલ સર્જાયો
જલારામ વિદ્યા સંકુલ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન વિધાર્થીઓ બારિયા તીર્થા અને સોનેરી હેપ્પી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પરમારે ઉપસ્થિત સૌ મહાનુભાવો, વાલીઓ અને વિદ્યાર્થીઓનું સ્વાગત પ્રવચન દ્વારા સાદર આવકાર કર્યો હતો.

શાળાના ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓએ શ્રી કૃષ્ણ ભગવાન, બલરામ, સુભદ્રાજી, રાધાજી, સુદામા, દેવકી-વાસુદેવ તથા નંદ-યશોદા જેવા પૌરાણિક પાત્રોની બેસૂમૂળ વેશભૂષા ધારણ કરી જીવંત અભિનય રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા રાધા-કૃષ્ણ નૃત્ય, ગોપીઓની રાસલીલા અને ‘મોરલીનો સૂર’ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા, જેના કારણે શાળાનું પટાંગણ સાક્ષાત ગોકુલ-મથુરાધામ બન્યું હોય તેવો સુંદર માહોલ સર્જાયો હતો.
કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શ્રી તથા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ગજેન્દ્ર પટેલે ડાકોરથી દ્વારકા પધારેલા શ્રી કૃષ્ણ ભગવાનની મહિમા અને ભક્ત તથા ભગવાન વચ્ચેના અનન્ય સંબંધ વિશે ગહન અને પ્રેરણાદાયી માહિતી આપી હતી.
આ ઉજવણીના પાવન પ્રસંગે શાળાના મૅનેજિંગ ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ, ટ્રસ્ટી શ્રી ગૌરવભાઈ, સમગ્ર શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ એકસાથે મળીને ભગવાન શ્રી કૃષ્ણની ભાવપૂર્વક મહાઆરતી ઉતારી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.

કાર્યક્રમના અંતમાં સૌ ઉપસ્થિત લોકોએ દર્શનનો લાભ લીધો હતો અને પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે શ્રી અમૃતભાઈ પટેલ સાહેબે સર્વેને કૃષ્ણ ધૂન ગવડાવીને જલારામ વિદ્યા સંકુલના પટાંગણને ભક્તિરસથી સરોબોર કરી દીધું હતું.
કાર્યક્રમના અંતે અર્ચનાબેન ભટ્ટ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી આભારવિધિ કરવામાં આવી હતી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


