Thursday, December 5, 2024

ખેલ મહાકુંભ ૩.૦માં ભાગ લેવા તાપી જિલ્લાની શાળાઓ અને ખેલાડીઓ માટે ૫મી ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન શરૂ થશે.

ખેલ મહાકુંભ ૩.૦માં ભાગ લેવા તાપી જિલ્લાની શાળાઓ અને ખેલાડીઓ માટે ૫મી ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન શરૂ થશે.

 

૨૫મી ડીસેમ્બર સુધી https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે

 

સંજય ગાંધી તાપી તા.૦૩ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ૩.૦નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજયકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવનાર છે.

ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭ વયજૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટીક્સ રમતમાં વ્યારા શહેર અને તાપી જિલ્લાની તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે. ખેલ મહાકુંભ ૩.૦ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૦૫/૧૨/૨૦૨૪ થી શરૂ કરવામાં આવનાર છે. રજીસ્ટ્રેશનની છેલ્લી તા.૨૫/૧૨/૨૦૨૪ સુધીની રહેશે.

ખેલ મહાકુંભ ૩.૦ માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓએ https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર ફરજીયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

પ્રત્યેક ખેલાડી મહત્તમ ૨ (બે) રમતમાં જ ભાગ લઈ શકશે. કોઈપણ ખેલાડી બે રમત કરતા વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે.

કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારી, બ્લોક નં.૫ જિલ્લા સેવા સદન, વ્યારા ખાતેથી પોતાના વયજૂથમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે, એમ જિલ્લા રમત વિકાસ અધિકારી, વ્યારાની અખબારી યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores