શ્રી સંજવાપુર પ્રાથમિક શાળા અને સંજવાપુર ગ્રામ પંચાયતના સંયુકત ઉપક્રમે ૭૬માં પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ યોજાયો
સંજવાપુર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

26 જાન્યુઆરી, આપણા દેશમાં અત્યંત મહત્વનો દિવસ છે, કારણ કે દિવસે 1950 માં આપણા દેશનું સંવિધાન લાગુ થયું હતું અને ભારત સંવિધાનિક રીતે પ્રજાસત્તાક દેશ બન્યું આ અવસરે આપણે આપણા દેશની એકતા સમરસતા અને સર્વપ્રથમ લોકોના અધિકારોના પ્રત્યે પ્રતિબદ્ધતા માટે આપણે દેશમાં આ દિવસની ભવ્ય થી અતિ ભવ્ય રીતે ઉજવણી કરીએ છીએ ત્યારે સંજવાપુર પ્રાથમિક શાળા. ત્યાં 26/01/2025 ના દિવસે પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકો , ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી તથા સભ્ય શ્રીઓ અને આગેવાનો તથા વડિલો, બહેનો,બાળકો એ હાજર રહીને આ બાળકો દ્વારા
આ દેશભક્તિના ગીતો, નાટકો એક પાત્રિય અભિનય વગેરે જેવાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી સાથે સાથે વાલીઓ દ્વારા પણ બાળકોને ખૂબ પ્રોત્સાહિત કરાયા હતા.
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના


