બ્રેકિંગ ગીર સોમનાથ…
વિદેશી પક્ષીઓ બન્યા ગીર સોમનાથ ના મહેમાન,
શિયાળો શરુ થતા યાયાવર પક્ષીઓનું આગમન…
દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા અહીં દરિયા કાંઠે આવી પહોંચ્યા છે.
સુત્રાપાડાના વડોદરા ઝાલા ભરતી નિયંત્રણ ડેમ પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે.
આ ડેમ દરિયાથી તદ્દન નજીક આવેલ છે અને તેમાં મોટી સંખ્યામાં ફ્લેમિન્ગો (સુરખાબ)પક્ષીઓ જોવા મળે છે..
આ પક્ષીઓ સાઈબરિયા અને મધ્ય યુરોપના મંગોલિયા સહિતના દેશોમાંથી અહી ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે.
તેમજ ફલેમિંગો ( સુરખાબ) છીછરા તળાવ કે કિનારા પર રહેઠાણ કરી નાની નાની માછલીઓનો શિકાર કરી આનંદ લૂંટે છે.
પક્ષીઓમાં, ફ્લેમિન્ગો,પ્રજાતીના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
લાખોની સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓ આવે છે.
બ્યુરો રીપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 