>
Monday, March 23, 2026

વડાલી માં ઈસાઈ ધર્મનો પ્રચાર કરવા આવેલ બે શખ્સોને બજરંગ દળ અને વીએચપી દ્વારા પકડીને પોલીસ ના હવાલે કરાયા

વડાલી માં ઈસાઈ ધર્મનો પ્રચાર કરવા આવેલ બે શખ્સોને બજરંગ દળ અને વીએચપી દ્વારા પકડીને પોલીસ ના હવાલે કરાયા

 

વડાલીમાં લોભામણી લાલચ આપીને ઈસાઈ ધર્મ અપનાવવા પ્રચાર કરનારા બે વ્યક્તિને ઝડપી પાડ્યા

 

 

 

વડાલીમાં સાઈ પેટ્રોલપંપ પાસે બે શખ્સો દ્વારા ઈસાઈ ધર્મ અપનાવા હિન્દુ દેવી દેવતાનું નીચું દેખાડી અને હિન્દુ ધર્મના સાધુ સંતો લંપટ અને વ્યભિચારી હોવાનું કહી શ્રી ઈસાઈ ધર્મ અપનાવવા બીમારીમાં જ્ઞ દવા, ભણવાનો ખર્ચ, દર રવિવારે ।। રોકડા પૈસા, ઘરનું કરીયાણુ ભરી શ્રી આપવાની લાલચ આપતા બે શખ્સોને ઝડપી વડાલી પોલીસને શ્રી સોપતા વડાલી પોલીસે ગુનો નોંધી વા વધુ તપાસ હાથ ધરી હતી.

 

સોમવારે વડાલીના જૂના શાકમાર્કેટ આગળ સાઈ પેટ્રોલપંપ

પાસે વડાલીના સગર રણજીત અશોકભાઈ બપોરના 12 વાગે બાઈકને પંચર કઢાવવા ગયા હતા તે દરમિયાન ઈસાઈ ધર્મના બે પ્રચારકો ઉદેપુર જિલ્લાના કોટડા તાલુકાના પારગી ભવરભાઈ મોહનભાઈ

અને પરમાર રતિલાલ ઉદાજી મળ્યા હતા. અને કહેવા લાગ્યાં કે હિન્દુ ધર્મમાં અમે ખુબ બિમાર અને ગરીબ હતાં જેના કારણે કેટલાક ઈસાઈઓ અમને ખુબ મદદ કરતા હાલ હાલ સુખી સંપન્ન છીએ. હિન્દુ દેવી

દેવતઓને ખરાબ બતાવી તમે હિન્દુ ધર્મ છોડી ઈસાઈ ધર્મ અપનાવી લો તમારા બાળકોને જીવન જરૂરીયાત વસ્તુની પુરી પાડવામાં આવશે દર રવિવારે અમે તમને પૈસા આપીશું તમારા બાળકોને ભણવા માટે ઈસાઈ સ્કૂલમાં મફત અભ્યાસ કરાવીશું તમારું ઘર ચલાવવા ઘરવખરી તથા આખા વર્ષનું કરીયાણું ભરી આપીશું તમે ખૂબ પૈસાદાર થઈ જશો જેવી લાલચ આપી હિન્દુ ધર્મમાંથી ઈસાઈ ધર્મમાં પરીવર્તન કરવા પ્રયત્ન કરી રહેલ બે શખ્સોની માહિતી મળતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પોલીસ હવાલે કર્યા હતા.

 

તસવીર અહેવાલ. . વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores