>
Monday, March 23, 2026

વલસાડ ડુંગરા પો.સ્ટે. હદ વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ૧૦.૦૮૦ કિલો ગ્રામ તથા રોકડા રૂા.૨૯,૦૫૦/- મળી કુલ કિ.રૂા.૧,૮૭,૦૫૦/- ના મુદ્દામાલ સાથે એક મહિલા આરોપીને તેના સાત મળતીયાઓ સાથે ઝડપી પાડી NDPS એકટ, ૧૯૮૫ મુજબનો ગુન્હો શોધી કાઢતી એસ.ઓ.જી. વલસાડ

વલસાડ ડુંગરા પો.સ્ટે. હદ વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ૧૦.૦૮૦ કિલો ગ્રામ તથા રોકડા રૂા.૨૯,૦૫૦/- મળી કુલ કિ.રૂા.૧,૮૭,૦૫૦/- ના મુદ્દામાલ સાથે એક મહિલા આરોપીને તેના સાત મળતીયાઓ સાથે ઝડપી પાડી NDPS એકટ, ૧૯૮૫ મુજબનો ગુન્હો શોધી કાઢતી એસ.ઓ.જી. વલસાડ

 

(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વિર સિંહ સાહેબ સુરત વિભાગ, સુરત નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, મે.ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ નાઓએ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ તથા સેવન કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અનુસંધાને પો.ઇન્સ.શ્રી એ.યુ.રોઝ એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો એસ.ઓ.જી. કચેરીએ હાજર હતા. તે દરમ્યાન અ.હે.કો. દિપકસિંહ બાપુસિંહ તથા અ.હે.કો. હસમુખભાઇ ગીગાભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી મંગલાબેન w/o નિરજભાઈ શ્રીવાસ્તવ ઉ.વ.૩૫, રહે.હાલ. ચણોદ, શાંતીનગર, મુન સ્ટાર બિલ્ડીંગની સામે, જનતા કોલોની ગ્રાઉન્ડ ફલોર ઉપર પોતાની રૂમમાં, તા.વાપી, જિ.વલસાડ મુળ રહે. જી.આઝમગઢ, ઉત્તરપ્રદેશ નાની પોતાની રૂમમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી તેના મળતીયાઓ મારફતે આ ગાંજાના જથ્થામાંથી નાની પડીકીઓ બનાવી પોતે તથા મળતીયાઓ મારફતે છુટકમાં વેચાણ કરે છે. જે બાતમી હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા મહિલા આરોપીના રૂમમાંથી ગાંજાનો જથ્થો ૧૦.૦૮૦ કિલો ગ્રામ તથા ગાંજાના વેચાણના રોકડ નાણા રૂા.૨૯,૦૫૦/- તથા તેના સાત મળતીયાઓ મળી આવેલ, જેથી તેઓના વિરૂધ્ધમાં NDPS ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦(બી)(II)(B), ૨૯ જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન) એકટ ૨૦૧૫ ની કલમ ૭૮ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

• પકડાયેલ આરોપીઓના નામ સરનામા:-

 

(૧) મંગલાબેન w/o નિરજભાઇ શ્રીવાસ્તવ ઉ.વ.૩૫, રહે.હાલ. ચણોદ, શાંતીનગર, મુન સ્ટાર બિલ્ડીંગની સામે, જનતા કોલોની, તા.વાપી, જિ.વલસાડ મુળ રહે.જી.આઝમગઢ, ઉત્તરપ્રદેશ

(૨) બીપીનકુમાર s/o સતેન્દર રાજવંશી ઉ.વ.૨૦, રહે.ભડકમોરા, મોટી સુલફડ, સુંદરનગર, આંબેડકરનગર, ઝુંપડપટ્ટીમાં, તા.વાપી, જી.વલસાડ, મુળ રહે. જી.નવાદા, બિહાર

 

(૩) ઉદયકુમાર s/o રામઆશિષ રાજવંશી ઉ.વ.૨૧, રહે.ભડકમોરા, મોટી સુલફડ, યોગેશભાઇની ચાલીમાં, તા.વાપી, જી.વલસાડ, મુળ રહે. જી.પટના, બિહાર

 

(૪) રાજકુમાર s/o સુરજ રાજવંશી, ઉ.વ.૧૮ રહે.ભડકમોરા નાની સુલફડ, શાંતીનગર, ચેતનભાઇની ચાલમાં, તા.વાપી, જી.વલસાડ, મુળ રહે. જી.નવાદા, બિહાર

 

(૫) ક્રિષ્ના ઉર્ફે કાલુ s/o ચંદ્રકાન્ત ઉતેકર ઉ.વ.૨૩, રહે.ભડકમોરા નાની સુલફડ, શાંતીનગર, સુમનદાદાની રૂમમાં, તા.વાપી, જી.વલસાડ, મુળ રહે.જી.રાયગઢ, મહારાષ્ટ્ર

 

(૬) મલ્લીકાઅર્જુન ઉર્ફે તમ્મા s/o હનુમંતા કામળે, ઉ.વ.૧૯, રહે.ભડકમોરા મોટી સુલફડ, આંબેડકરનગર, ઝુંપડપટ્ટીમાં, તા.વાપી, જી.વલસાડ, મુળ રહે.જી.ગુલબર્ગા, કર્ણાટક

 

(૭) બે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો

 

• કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:-

 

માદક પદાર્થ ગાંજો વજન ૧૦.૦૮૦ કિલો ગ્રામ, કિ.રૂા.૧,૦૦૮૦૦/-

 

એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂા.૫૮,૦૦૦/-

 

અલગ અલગ દરની ચલણી નોટો નંગ-૯૩ રૂા.૨૯,૦૫૦/-

 

• કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-

 

સદર કામગીરી પો.ઇન્સ.શ્રી એ.યુ.રોઝ તથા પો.સ.ઇ શ્રી બી.એચ.રાઠોડ તથા એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ તથા એ.એસ.આઇ અશોકકુમાર રમાશંકર તથા એ.એસ.આઇ સયદભાઇ બાબનભાઇ તથા એ.એસ.આઈ ભાવેશકુમાર મગનભાઈ તથા અ.હે.કો દિપકસિંહ બાપુસિંહ તથા અ.હે.કો દિગ્વિજયસિંહ વિક્રમસિંહ તથા અ.હે.કો હસમુખભાઇ ગીગાભાઇ તથા અ.હે.કો નિતીનભાઇ મનજીભાઇ તથા ડ્રાઈવર એ.એસ.આઈ રમેશભાઇ મંગાભાઇ તથા ડ્રાઇવર પો.કો. અરવિંદસિંહ નાનુસિંહ વગેરે પોલીસ સ્ટાફ દ્રારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores