*ઉના તાલુકાના ખાણ ગામે શ્રીનાથજી સોસાયટીમાં આર સી સી રોડ કામનો શુભારંભ કરવામાં આવ્યો*
આજરોજ ઉના તાલુકાના ખાણ ગામે શ્રીનાથજી સોસાયટીમાં લાંબા સમયથી રોડ કામ કરવા બાબતની અરજીઓ ને ધ્યાનમાં રાખીને ઉના તાલુકાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડની નેતૃત્વ હેઠળ તથા ગામના તલાટી મંત્રીશ્રી કમલેશભાઈ સોલંકી, સરપંચશ્રી જીણાભાઇ સોલંકી, તથા ઉપસરપંચ શ્રી શીવાભાઈ સોલંકી, ના માર્ગદર્શન અને સંપૂર્ણ દેખરેખ હેઠળ સારી ગુણવત્તા વાળું મટીરીયલ સાથે આર સી સી રોડ કામ કરવામાં આવ્યું હતું.
તેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર – ભાણજી સોલંકી


