કુબાધરોલ BAPS સ્વામિનારાયણ મંદિરે ત્રિદિવસીય સંત પારાયણ યોજાયું
વડાલી તાલુકાના કુબાધરોલ ગામ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય સંત પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. BAPS સ્વામિનારાયણ મંદિર, કુબાધરોલ, તા. વડાલી, જિ. સાબરકાંઠા ખાતે તા. 29, 30 અને 31 ઓગસ્ટ 2026 દરમિયાન ત્રિદિવસીય સંત પારાયણ યોજાયું હતું.

આ પ્રસંગે પૂજ્ય શુદ્ધ જીવન સ્વામી, પૂજ્ય ઉત્તમ પ્રેમ સ્વામી (ખેડબ્રહ્મા), પૂજ્ય સેવાનિષ્ઠ સ્વામી, પૂજ્ય વેદવત્સલ સ્વામી, પૂજ્ય મયુર ભગત, પૂજ્ય અનિલ ભગત તેમજ શ્રી ઉમંગભાઈ (સારંગપુર) પધાર્યા હતા.
ત્રણ દિવસ દરમિયાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ રચિત ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથ તેમજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનચરિત્ર આધારિત પ્રસંગો દ્વારા સંતોએ હરિભક્તોને સત્સંગનો લાભ કરાવ્યો હતો. દરરોજ 250થી વધુ હરિભક્તોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો.
આ ઉપરાંત સંતો તથા હરિભક્તો દ્વારા કુબાધરોલ ગામમાં 110થી વધુ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. ઘરે ઘરે ઠાકોરજીનું પૂજન તથા આરતી કરવામાં આવી હતી. તેમજ હરિભક્તોના પ્રશ્નો સાંભળી તેમના સંકલ્પો પૂર્ણ થાય તે માટે ધૂન અને પ્રાર્થના કરવામાં આવી હતી.

ત્રણ દિવસીય આ ધાર્મિક આયોજન દરમિયાન કુબાધરોલ ગામના બાળકો, યુવકો તેમજ ભાઈ-બહેનો સહિત હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણમાં સંપન્ન થયો હતો.
બ્યુરો રિપોર્ટ : વિશાલ ચૌહાણ, સાબરકાંઠા
મો. 9998340891


